Shikhar Dhawan Mystery Girl: હાલ શિખર ધવનનો મિસ્ટ્રી ગર્લ સાથેનો વિડીયો સોસીયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, તો ચાલો જાણીએ કે આ મિસ્ટ્રી ગર્લ કોણ છે.
Shikhar Dhawan Mystery Girl: શિખર ધવન સાથેની મિસ્ટ્રી ગર્લ કોણ હતી? શું સંપૂર્ણ પ્રોફાઇલ મળી ગઈ છે? જેને બધા લોકો ઈન્ટરનેટ પર શોધી રહ્યા છે. શિખર ધવન દુબઈમાં ભારત અને બાંગલાદેશ વચ્ચે રમાઈ રહેલી મેચ વખતે સ્ટેન્ડમાં એક મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો હતો. ક્રિકેટ રસિકો આ મિસ્ટ્રી ગર્લ વિશે પ્રશ્નો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે.
Shikhar Dhawan Mystery Girl – Sophie Shine?
ભારતીય ક્રિકેટના ‘ગબ્બર’ એટલે કે શિખર ધવન ફરી એકવાર સમાચારમાં છે, પરંતુ આ વખતે ક્રિકેટ માટે નહીં. હાલમાં ચાલી રહેલી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ના સત્તાવાર એમ્બેસેડર ધવનને દુબઈમાં ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ મેચ દરમિયાન સ્ટેન્ડમાં એક મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો હતો.
શિખર ધવનના આ મિસ્ટ્રી ગર્લ સાથેના ફોટા તેમજ વિડીયો ખુબજ વાયરલ થઇ રહ્યા છે. આ ફોટા વાયરલ થતા જ તેમના સબંધો વિષે નવી અટકળો ચાલુ થઇ ગઈ છે. શિખર ધવનના ફેન વિચારી રહ્યા છે કે શું આ કોઈ નવા પ્રેમની એન્ટ્રી છે કે પછી તેઓ માત્ર મિત્રો છે. સોસીયલ મીડિયામાં હાલ આ બધા પ્રશ્નો એકબીજાને પૂછી રહ્યા છે.
આ પણ ખાસ ચાંચો:
- Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી લાઇવ જોવી હોય તો પેહલા જાણીલો JioHotstar સબસ્ક્રિપ્શન પ્લાન
ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મિસ્ટ્રી ગર્લનું નામ સોફી શાઇન (Sophie Shine) છે, અને તે આયર્લેન્ડની છે. હાલ તેમના સંબંધો વિશે કોઈ ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી પરંતુ ચાહકો તેમના સંબંધોને સમજવા માટે ઉત્સુક છે.
આ વાતને સૌથી વધુ વેગ ત્યારે મળ્યો કે જયારે શિખર ધવન સોશિયલ મીડિયા પર સોફી શાઇન (Sophie Shine)ને ફોલો કરે છે. તે વાત ધ્યાનમાં આવતાં ઓનલાઈન ચર્ચા વધુ વધી ગઈ, જેનાથી બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની અટકળો શરૂ થઈ ગઈ. ઇન્સ્ટાગ્રામ પર સોફી શાઇન (Sophie Shine) પ્રોફાઇલ ખાનગી છે અને તેના 6,000 થી વધુ ફોલોઅર્સ છે.
આ બંને વચ્ચે મિત્રતા છે કે તેઓ એકબીજાને ડેટ કરી રહ્યા છે કે નહી? તેની કોઇ ચોક્કસ માહિતી સામે આવી નથી. પરંતુ ભારતીય ક્રિકેટનો ગબ્બર એટલેકે શિખર ધવન ખૂબ જ કૂલ છે અને ઘણીવાર સોશિયલ મીડિયા પર રમુજી પોસ્ટ્સ પોસ્ટ કરતો જોવા મળેશે.