US Vs Colombia: વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે કોલંબિયા આખરે સ્થળાંતર કરનારાઓને સ્વીકારવા માટે સંમત થયું છે. ટેરિફ, પ્રતિબંધો મુલતવી રાખવામાં આવ્યા છે.
US Vs Colombia: વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે દક્ષિણ અમેરિકન રાષ્ટ્ર દેશનિકાલ કરાયેલા સ્થળાંતર કરનારા લશ્કરી વિમાનોને સ્વીકારવા સંમત થયું છે, ત્યારબાદ અમેરિકા અને કોલંબિયા વેપાર ટેરિફ, પ્રતિબંધો મુલતવી રાખવામાં આવ્યા છે.
US Vs Colombia
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના પ્રમુખ તરીકે શપથ લીધા ત્યારથી જ એક પછી એક ચોંકાવનારા ઝડપી પગલાં ભરી રહ્યા છે. આ વખતે ટ્રમ્પના નિશાને કોલંબિયા હતું. ટ્રમ્પે કોલંબિયા પર ટેરિફ અને મુસાફરી પ્રતિબંધ લાગુ કરી દીધો હતો, પરંતુ આ પગલું કેમ લેવાયું? ચાલો જાણીએ
ટ્રમ્પનું કહેવું છે કે કોલંબિયાએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સથી ખીચોખીચ બે અમેરિકન આર્મીના વિમાનને લેન્ડ કરવાનો ઈનકાર કરતાં પરત મોકલી દીધા. જેના બાદ ટ્રમ્પ સરકારે કોલંબિયા સામે ટેરિફ અને વિઝા પ્રતિબંધો લાદીને કાર્યવાહી કરી છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પનું કહેવું છે કે કોલંબિયાના પ્રમુખ ગુસ્તાવો પેટ્રોના આ નિર્ણયથી અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાને નુકસાન થયું છે.
આ પણ ખાસ વાંચો:
- Padma Awards 2025: પદ્મ એવોર્ડ 2025 જાહેર કરવામાં આવ્યા, 8 ગુજરાતી સહીત 139 હસ્તીઓને પુરસ્કાર આપવામાં આવશે
- Fati Ne Official Trailer: ગુજરાતી ફિલ્મ ફાટી ને ઓફિશ્યલ ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું
ટ્રમ્પે અમેરિકન બજારોમાં કોલમ્બિયન ઉત્પાદનો પર 25 ટકાનો ઇમરજન્સી ટેરિફ લાગુ કર્યો છે, જે એક અઠવાડિયામાં વધીને 50 ટકા થઈ શકે છે. આ ઉપરાંત, કોલંબિયા સરકારના અધિકારીઓ અને સહયોગીઓ પર પણ વિઝા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.ટ્રમ્પે કહ્યું કે આ તો ફક્ત શરૂઆત છે. અમે કોલંબિયા સરકારને મનસ્વી રીતે કામ કરવા દઈશું નહીં. સરકારે અમેરિકા મોકલેલા ગુનેગારોને પાછા લેવા પડશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તમામ શરતોને માનવા માટે કોલંબિયા સરકાર સહમત થઈ છે, જેમાં અમેરિકાથી પરત લાવવામાં આવેલ કોલંબિયાના તમામ ગેરકાયદેસર લોકોને અમેરિકી સૈન્ય વિમાનો સાથે કોઈ જ વિલંબ કે મર્યાદા સ્વીકારવાનો સમાવેશ થાય છે.
દરમિયાન રવિવાર રાત્રે એક નિવેદનમાં કોલંબિયાના વિદેશ મંત્રી લુઈસ ગિલ્બર્ટો મુરિલોએ કહ્યું હતું કે અમે અમેરિકા સરકાર સાથે જે ગતિરોધ ચાલી રહ્યો હતો તેને દૂર કરી દીધો છે.