Tiny Goat Karumbi: કેરળના એક ખેડૂત પાસે દુનિયાની સૌથી ઠીંગણી બકરી કરુમ્બી છે. જેને દુનિયાની સૌથી ઠીંગણી બકરી તરીકે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.
The world’s smallest goat Karumbi is in Kerala: સૌથી ઠીંગણી બકરીનો વિશ્વ રેકોર્ડ કરુમ્બી નામની બકરીના નામે છે. અને તેની લંબાઈ ફક્ત 1 ફૂટ 3 ઇંચ છે. આ વાત 18 જાન્યુઆરી 2025 ના રોજ ભારતના કેરળમાં, જ્યાં કરુમ્બી રહે છે, ત્યાં ચકાસવામાં આવી હતી.
કેરળની આ નાની બકરીનો માલિક પીટર લેનુ નામનો વ્યક્તિ છે. તેમણે કહ્યું કે, ‘મને ખબર હતી કે મારી બકરી કરુમ્બી કદમાં ખૂબ નાની એટલે કે ઠીંગણી છે. પરંતુ જ્યારે મારી આસપાસના લોકોએ મને કહ્યું કે, આ બકરીનું ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવાની કોશિશ કરવી જોઈએ.
Tiny Goat Karumbi – સૌથી ઠીંગણી બકરી
ત્યાર બાદ મે તેની પ્રક્રિયા હાથ ધરી હતી. ગિનિસ બુક અનુસાર આ બકરીનો જન્મ 2021 માં થયો હતો અને સંપૂર્ણ વિકાસ થયા પછી પણ તેની ઊંચાઈ ફક્ત 1 ફૂટ 3 ઇંચ છે.
આ પણ ખાસ વાંચો:
- મન ફાવે ત્યાં ફરો યોજના: 1450 રૂપિયામાં સમગ્ર ગુજરાતમાં ફરવાનો મોકો, એ પણ પૂરું એક અઠવાડિયું
- CharDham Yatra Registration 2025: ચારધામ યાત્રા રજીસ્ટ્રેશન 2025 શરુ, જાણો કેવી રીતે કરશો ઓનલાઈન રજીસ્ટ્રેશન
કરુમ્બી એક કેનેડિયન પિગ્મી બકરી છે જે પીટર નામના માલિકની છે. પીટરને અંદાજ હતો કે તેની બકરી દુનિયાની સૌથી નાની એટલે કે ઠીંગણી છે. તેને ઉમેર્કયું હતું કે કરુમ્બી હવે એક બકરીને જન્મ આપી રહી છે, જે મને ખાતરી છે કે એટલી જ સુંદર હશે. પીટર લેનુનું કહેવું છે કે, કરુમ્બી ખૂબ જ મિલનસાર છે અને તે ત્રણ અન્ય નર બકરા, નવ માદા બકરા અને દસ નાના બચ્ચા સાથે રહે છે.