HomeEntertainmentThe Bhootnii Teaser: સંજય દત્ત, મૌની રોયની હોરર ફિલ્મ ધ ભૂતનીનું ટીઝર...

The Bhootnii Teaser: સંજય દત્ત, મૌની રોયની હોરર ફિલ્મ ધ ભૂતનીનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યુ

The Bhootnii Teaser: મૌની રોય બની ભૂતની, સંજય દત્તની હોરર ફિલ્મ ધ ભૂતની ટીઝર આજે મહાશિવરાત્રીના પર્વ પર રિલીઝ કરી દેવામાં આવ્યું છે.

The Bhootni Teaser: બોલીવુડ એક્ટર સંજય દત્ત (Sanjay Dutt) હવે એક્શન ફિલ્મો બાદ હોરર-કોમેડીમાં પણ પોતાનો જાદુ ફેલાવવા માટે તૈયાર છે. તેની આગામી ફિલ્મ “ધ ભૂતની” નું ટીઝર 25 ફેબ્રુઆરીના રોજ રિલીઝ કરવામાં આવ્યું છે. અને તેનું ટીઝર આજે મહાશિવરાત્રીના ખાસ અવસર પર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં સંજય દત્તની સાથે મૌની રોય અને અન્ય કલાકારો પણ જોવા મળશે.

The Bhootnii Teaser – સંજય દત્ત, મૌની રોયની હોરર ફિલ્મ ધ ભૂતનીનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યુ

“ધ ભૂતની” ફિલ્મના ટીઝરની શરૂઆતમાં સંજય દત્ત એક શ્લોક બોલતો હોય છે, જે એક રહસ્યમય વાતાવરણ બનાવે છે. ટીઝરમાં એક વૃક્ષ બતાવવામાં આવ્યું છે જે એક ભૂતનીના નિવાસસ્થાનનો અંદાજ આપે છે, જે દર્શકોને વધુ ઉત્સાહિત કરી રહ્યું છે. કુલ ૧ મિનિટ ૧૧ સેકન્ડના આ ટીઝરમાં, તમને એક્શન, હોરર અને કોમેડીનું શાનદાર મિશ્રણ જોવા મળશે.

આ પણ ખાસ વાંચો:

ધ ભૂતનીનું ટીઝર જોયા પછી, બધા સિનેમા પ્રેમીઓની ઉત્સુકતા વધુ વધી ગઈ છે. ટીઝરમાં સંજય દત્ત ઉપરાંત મૌની રોય (Mouni Roy), પલક તિવારી (Palak Tiwari) અને સની સિંહની ઝલક પણ જોવા મળે છે, જેઓ દર્શકોનું ધ્યાન આકર્ષિત કરવામાં સફળ રહ્યા છે. આ ફિલ્મને લઈને દર્શકોમાં ઘણી ચર્ચા છે, અને હવે ફિલ્મની રિલીઝની રાહ જોવાઈ રહી છે.

આ ફિલ્મનું નિર્માણ અને દિગ્દર્શન સિદ્ધાંત સચદેવ દ્વારા કરવામાં આવ્યું છે, અને સંજય દત્ત આ ફિલ્મમાં માત્ર એક અભિનેતા તરીકે જ નહીં પરંતુ નિર્માતા તરીકે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. ધ ભૂતની વિશે અગાઉ પણ અહેવાલો આવ્યા છે, જેમાં તેને “ધ વર્જિન ટ્રી” નામથી ચર્ચાવામાં આવી હતી, જોકે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

The Bhootnii ફિલ્મ 18 એપ્રિલ 2025 ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે. જેમ જેમ આ તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ચાહકોની અપેક્ષાઓ વધી ગઈ છે અને તેઓ આ નવી હોરર-કોમેડી ફિલ્મ માટે ઉત્સુક લાગે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments