પાઠયપુસ્તક: ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળ દ્વારા નવા શૈક્ષણિક વર્ષ 2025 – 26 થી ધોરણ 1, ધોરણ 6 થી 8 અને ધોરણ 12માં પુસ્તક બદલાશે.
પાઠયપુસ્તક: ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળના નિર્ણય મુજબ નવા શૈક્ષણિક વર્ષને લઈને નવો અભ્યાસક્રમ નક્કી કરાયો છે. નવા અભ્યાસક્રમમાં કુલ 14 પુસ્તકો નવા તૈયાર કરાયા. નવા શૈક્ષણિક વર્ષમાં નવા પુસ્તકો અભ્યાસ ક્રમમાં લેવાના રહેશે.
પાઠયપુસ્તક: ધોરણ 1, ધોરણ 6 થી 8 અને ધોરણ 12માં પુસ્તક બદલાશે
- ધો-1માં ગુજરાતી, ધો-6માં અંગ્રેજીનું પુસ્તક બદલાશે
- ધો-7માં સંસ્કૃત માધ્યમમાં ગણિત, વિજ્ઞાન, સંસ્કૃત બદલાશે
- ધો-7માં સર્વાંગી શિક્ષણ, મરાઠીના પુસ્તક બદલાશે
- ધો-8માં ગુજરાતી, ગણિત અને વિજ્ઞાનના પુસ્તક બદલાશે
- ધો-12માં અર્થશાસ્ત્રના પુસ્તકમાં નવા પ્રકરણ ઉમેરાશે
દેશમાં લાગુ કરવામાં આવેલી ન્યૂ એજ્યુકેશન પોલિસીને ધ્યાનમાં રાખીને રાજ્યના શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ 2025-26થી પાઠ્યપુસ્તકોમાં ફરેફરા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધો. 1, 6થી 8 અને 12નાં પુસ્તકો નવાં તૈયાર કરવામાં આવ્યાં છે કે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
આ પણ ખાસ વાંચો:
- કુંવરબાઈનું મામેરું યોજના: છેલ્લા પાંચ વર્ષમાં 43,000થી વધુ લાભાર્થીઓને સહાય ચુકવવામાં આવી
- Ration Card eKYC: શું તમારે રેશનકાર્ડ KYC કરવું છે? તો આ રહી સરળ રીત
- પ્રાણી મિત્ર એવોર્ડ: અનંત અંબાણીના વનતારા એ જીત્યો નેશનલ પ્રાણી મિત્ર એવોર્ડ
ધો. 1માં ગુજરાતી, ધો. 6માં અંગ્રેજી વિષયના પુસ્તક બદલાશે. ધો. 7ના સંસ્કૃત માધ્યમમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સર્વાંગી શિક્ષણ, સંસ્કૃત અને મરાઠીનાં પુસ્તક બદલાશે. ધો. 8માં ગુજરાતી, ગણિત અને વિજ્ઞાનનાં પુસ્તકો બદલાશે. ધો. 12માં અર્થશાસ્ત્રના પુસ્તકમાં નવા પ્રકરણ ઉમેરવામાં આવશે.
આ ફેરફાર ન્યૂ એજ્યુકેશન પોલિસીને ધ્યાનમાં લઈને કરવામાં આવ્યો છે. જેની પાછળનો હેતુ વિદ્યાર્થીઓની લર્નિંગ પ્રોસેસ વધુ સુદૃઢ કરવાનો છે. રાજ્ય શિક્ષણ વિભાગ ન્યૂ એજ્યુકેશન પોલિસીને લઈ સતત ટેક્સ્ટ બુક અપડેટ્સ કરવાના પ્રયાસો કરી રહ્યું છે. જેના ભાગરૂપે આ ફેરફાર કરવામાં આવ્યો છે