તલાટી ભરતી: તલાટી ભરતીની તૈયારી કરતા વિદ્યાથીઓ માટે મોટા સમાચાર મળી રહ્યા છે, રેવન્યુ તલાટી ભરતીના નિયમ બદલાયા, હવે ધોરણ 12 ની જગ્યાએ સ્નાતક હોવુ ફરજીયાત.
તલાટી ભરતી: સરકારી ભરતીની તૈયારી કરતા વિધાર્થીઓ માટે મોટા સમાચાર મળી રહ્યા છે, હવે રાજ્યમાં રેવન્યુ તલાટી ભરતીના નિયમમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જેન લઈને રેવન્યુ વિભાગ દ્વારા એક નોટીફીકેશન બહાર પાડવામાં આવ્યું છે.
તલાટી ભરતી નિયમો બદલાયા
- રેવન્યુ તલાટી ભરતીના નિયમ બદલાયા
- હવે ધોરણ 12 ની જગ્યાએ સ્નાતક હોવુ ફરજીયાત
- ઉમેદવારની વય મર્યાદા 33 થી વધારીને 35 વર્ષ કરવામાં આવી
રેવન્યુ તલાટીની ભરતીના નિયમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ અંગે મહેસૂલ વિભાગ (Revenue Department Gujarat) દ્વારા ભરતી નિયમ અંગેનું એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ, હવે પરીક્ષા આપનાર ઉમેદવારની મિનિમમ શૈક્ષણિક લાયકાત સ્નાતક કરવામાં આવી છે.
આગામી રેવન્યુ તલાટીની ભરતી માટે ઉમેદવારે સ્નાતક પાસ કર્યાની લાયકાત રહેશે. આ સાથે ઉમેદવારની વય મર્યાદમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જેમાં હવે 33 વર્ષની જગ્યાએ 35 વર્ષ સુધી ઉમેદવાર અરજી કરી શકશે.
આ પણ ખાસ વાંચો:
- ONGC Ahmedabad Recruitment 2025: ONGC અમદાવાદમાં આવી નવી ભરતી
- LRD Constable Physical Test Result: લોકરક્ષક કોન્સ્ટેબલ શારીરિક કસોટીનું પરિણામ જાહેર
આ સાથે ઉમેદવારોની વય મર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ, પહેલા ઉમેદવારની ઉંમર 33 વર્ષ સુધી નક્કિ હતી જે હવે વધારીને 35 વર્ષ સુધી કરાઈ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ રેવન્યુ તલાટીની ભરતી (Revenue Talati Bharti) માટે ધોરણ 12 પાસ ઉમેદવાર પણ પરીક્ષા (Government Jobs) આપી શકતા હતા. પરંતુ, હવે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત સ્નાતક હોવી જરૂરી છે.