HomeNationalSunita Williams Return: સુનીતા વિલિયમ્સની પૃથ્વી પર વાપસી, જુઓ રોમાંચક લેન્ડીંગનો વિડીયો

Sunita Williams Return: સુનીતા વિલિયમ્સની પૃથ્વી પર વાપસી, જુઓ રોમાંચક લેન્ડીંગનો વિડીયો

Sunita Williams Return: સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરનો 9 મહિના અને 14 દિવસનો અવકાશવાસ પૂરો થયો. સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર પૃથ્વી પર પરત ફર્યા.

Sunita Williams Return: નાસા અવકાશ યાત્રી સુનીતા વિલિયમ્સ (Sunita Williams) અને બુચ વિલ્મોર (Buch Wilmore) બુધવારે સવારે 3:27 વાગ્યે સ્પેસએક્સ ડ્રેગન ફ્રીડમ અંતરિક્ષયાનમાં ફ્લોરિડાના દરિયાકાંઠે પૃથ્વી પર ઘરવાપસી કરી. સ્પેસ એજન્સી નાસાએ અવકાશયાત્રીઓના ઉતરાણનો વીડિયો પણ જાહેર કર્યો છે.

Sunita Williams Return

  • સુનીતા વિલિયમ્સની પૃથ્વી પર વાપસી
  • બુચ વિલ્મોરની પૃથ્વી પર વાપસી
  • સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરનો 9 મહિના અને 14 દિવસનો અવકાશવાસ પૂરો થયો
  • બુધવારે સવારે 3:27 વાગ્યે સ્પેસએક્સ ડ્રેગન ફ્રીડમ અંતરિક્ષયાનમાં ફ્લોરિડાના દરિયાકાંઠે પૃથ્વી પર ઘરવાપસી
  • નિક હેગ અને એલેક્ઝાન્ડર ગોર્બુનોવ પણ પાછા ફર્યા

જે પળની ઘણા સમયથી રાહ જોઈ રહેલા સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની એ રાહનો હવે અંત આવી ગયો છે. તેઓ હેમખેમ પૃથ્વી પર પરત ફર્યા છે.

https://twitter.com/iaspersonal/status/1902224778905448780

સુનિતા વિલિયમ્સ અને તેના પાર્ટનર બૂચ વિલ્મોર ગયા વર્ષે 5 જૂન, 2024 ના રોજ બોઇંગ સ્ટારલાઇનર ક્રૂ કેપ્સ્યુલ પર અવકાશ માટે રવાના થયા હતા. જો કે તેમનું મિશન માત્ર એક અઠવાડિયા માટે હતું, પરંતુ સ્પેસ સ્ટેશનમાં ટેકનિકલ ખામીને કારણે નાસાએ સ્ટારલાઈનરને ખાલી કરીને અવકાશયાત્રીઓને અવકાશમાં ખસેડવા પડ્યા હતા.

ટેક્નિકલ ખામીને કારણે તેમનું રિટર્ન આ વર્ષે ફેબ્રુઆરી સુધી મોફૂક રાખવામાં આવ્યું હતું. ત્યારે આજરોજ પરત ફરતી વખતે સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર સાથે ક્રૂ-9 ના અન્ય બે અવકાશયાત્રીઓ નિક હેગ અને એલેક્ઝાન્ડર ગોર્બુનોવ પણ પાછા ફર્યા. તેમની અવકાશયાન દ્રારા સફળ વાપસી થઇ છે.

અવકાશમાંથી પરત ફર્યા બાદ સુનીતા વિલિયમ્સ અને તેના સાથીઓને સ્ટ્રેચર પર બહાર કાઢવામાં આવ્યા હતા. આ એક પ્રકારનો પ્રોટોકોલ છે, જેને દરેક અવકાશયાત્રીએ અનુસરવાનું હોય છે. તેનું કારણ એ છે કે અવકાશયાત્રીઓ અવકાશમાંથી પાછા ફર્યા બાદ તરત જ ચાલી શકતા નથી. તેમના શરીરમાં અનેક પ્રકારના ફેરફારો થાય છે.

આ પણ ખાસ વાંચો:

આવી સ્થિતિમાં નાસા તેને લઈને ચુસ્તાઇથી નિયમોનું પાલન કરાવે છે. ધરતીની વાપસીનો વીડિયો નાસાએ તેના એક્સ હેન્ડલ પર શેર કર્યો છે. આ ધરતી પર સફળ ઉતરાણનું લાઇવ સ્ટ્રમિંગ પણ થયું હતું, જેને અનેક પ્લેટફોર્મ પરથી નિહાળી શકાયું હતું. સુનિતા વિલિયમ્સ એ સફળ લેન્ડિંગ બાદ નાસા સાથે કેટલાક અનુભવો અવકાશ યાત્રના શેર કર્યાં હતા. 9 મહિના અને 14 દિવસ સુધી અંતરિક્ષમાં રહેનાર આ અંતરિક્ષ યાત્રીઓએ આ સમય દરમિયાન શું કામ કર્યા આ વાતો પણ શેર કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments