Stock Market Crash: શેરબજારમાં આજે લાલ શુક્રવાર, સેન્સેક્સ આજે 1400 પોઈન્ટ તુટ્યો, લાંબી મંદીથી હાહાકાર મચ્યો. હાલ એવુ લાગી રહ્યું છે કે શેરબજાર પર મન્દોડીયા રાજ કરી રહ્યા છે.
Stock Market Crash: જો નિફ્ટી 100-અઠવાડિયાના EMA ને નિર્ણાયક રીતે તોડે તો વધુ ફોલ આવવાની શક્યતા છે, બેંક નિફ્ટી તેનું 48,300નું લેવલ જાળવી રાખવામાં સફળ થઇ હતી.
Stock Market Crash
- Nifty – નિફ્ટી આજે 420.35 પોઈન્ટ ઘટીને 22,124ના લેવલ પર બંધ થઇ હતી.
- Bank Nifty – બેંક નિફ્ટી આજે 399.10 પોઈન્ટ ઘટીને 48,344 લેવલ પર બંધ થઇ હતી.
- Sensex – સેન્સેક્સમાં આજે 1,414 પોઈન્ટ ઘટીને 73,198 પર બંધ થયો હતો.
- Midcap Nifty – મિડકેપ નિફ્ટી આજે 186 પોઈન્ટ તૂટીને 10,770 પર બંધ થઇ હતી
આજે શેરબજારના દરેક ઇન્ડેક્સ ગેપડાઉન ખુલ્યા હતા. અને પૂરો દિવસ તે તૂટતા રહ્યા, જેમાં દરેક ઇન્ડેક્સ પોતાના સપોર્ટ તોડતું રહ્યું હતું. ફેબ્રુઆરીના છેલ્લા દિવસે ભારતીય શેરબજાર તૂટી પડ્યું, જેના કારણે રોકાણકારો ગભરાટમાં મુકાઈ ગયા અને કોમ્પ્યુટરની સંપૂર્ણ સ્ક્રીન લાલ દેખાઈ રહી હતી. પરંતુ દલાલ સ્ટ્રીટ રડી રહ્યું હતું, ત્યારે સોશિયલ મીડિયા હસી રહ્યું હતું. શેરબજારના ક્રેશથી મીમફેસ્ટ શરૂ થયો, નેટીઝન્સે આ ઉથલપાથલને કોમેડીમાં ફેરવી દીધી.
આ પણ ખાસ વાંચો:
નિફ્ટી 50 એ છેલ્લા ત્રણ દિવસના કોન્સોલિડેશન તેમજ 22,500 સપોર્ટને નિર્ણાયક રીતે તોડી નાખ્યો છે અને જૂન 2020 (કોવિડ સમયગાળો) પછી પહેલી વાર 20 મહિનાના EMA થી નીચે આવી ગયો છે, જેના કારણે દૈનિક, સાપ્તાહિક અને માસિક ચાર્ટ પર લાંબી મંદીનો માહોલ છે, જે આગળ વધુ નબળાઈનો સંકેત આપતી હોય તેવું લાગી રહ્યું છે.
શેરબજાર ઘટાડા પાછળના આ 5 કારણ જાણો
- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવા ટેરિફની જાહેરાત કરીને ટ્રેડ વોરનો ભય વધુ વધાર્યો છે.
- વિદેશી રોકાણકારો ભારતીય શેરબજારમાં સતત વેચવાલી કરી રહ્યા છે.
- વૈશ્વિક બજારોમાં મંદી.
- ડોલર સામે રૂપિયાના મૂલ્ય સતત થઇ રહેલો ઘટાડો.
- અમેરિકાના અર્થતંત્ર પર મંદીનું જોખમ.
સપ્ટેમ્બર 2024 બાદ શેરબજારમાં સતત ઘટાડાથી રોકાણકારો દહેશતમાં છે. શેરબજારના રોકાણકારોને જંગી નુકસાન થયું છે. મિડકેપ અને સ્મોલકેપ કંપનીના ઘણા શેરના ભાવ 52 સપ્તાહની નીચી સપાટીએ ઉતરી ગયા છે. આગામી સપ્તાહમાં વધુ નબળાઈની અપેક્ષા છે, એમ HDFC સિક્યોરિટીઝના સિનિયર ટેકનિકલ રિસર્ચ એનાલિસ્ટ નાગરાજ શેટ્ટીએ જણાવ્યું હતું.
Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર ને માત્ર તમને જાણકારી મળી રહે તે હેતુથી પબ્લીશ કરવામાં આવી છે. અમે આ જાણકારી વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી મેળવીને અહિયાં મુકવામાં આવી છે. જેથી LokGujarat.Com કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.