HomeGujaratAhmedabadધંધુકા: શ્રી ચુડાસમા રાજપૂત સમાજ ધંધુકા દ્વારા સામુહિક યજ્ઞ, બ્લડ ડોનેશન, મેડીકલ...

ધંધુકા: શ્રી ચુડાસમા રાજપૂત સમાજ ધંધુકા દ્વારા સામુહિક યજ્ઞ, બ્લડ ડોનેશન, મેડીકલ ચેકઅપ કેમ્પનું ગોરાસુ ખાતે ભવ્ય આયોજન

ધંધુકા: શ્રી ચુડાસમા રાજપૂત સમાજ ધંધુકા દ્વારા 5 જાન્યુઆરી 2025 ના રોજ ગોરાસુ ખાતે સામુહિક યજ્ઞ, બ્લડ ડોનેશન, મેડીકલ ચેકઅપ કેમ્પનું ગોરાસુ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

ધંધુકા: શ્રી ચુડાસમા રાજપૂત સમાજ ધંધુકા દ્વારા છેલ્લા ઘણા સમયથી દર વર્ષે યજ્ઞ, બ્લડ ડોનેશન, મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ પ્રણાલીને આગળ વધારતા શ્રી ચુડાસમા રાજપૂત સમાજ ધંધુકા દ્વારા આ વખતે પણ સહાયક કુળદેવી ખોડીયારમાં ના મંદિરે “સામુહિક યજ્ઞ”નું આયોજન ગોરાસુ (તા-ધોલેરા) ખાતે 5 જાન્યુઆરી 2025 રવિવારના રોજ સવારે 09:00 કલાકે રાખવામાં આવેલ છે.

આ સાથે સામાજિક પ્રવૃત્તિના ભાગરૂપે અને બીજા કોઈને જીવનદાન આપવાના કાર્યમાં સહભાગી થવા રક્તદાન કેમ્પ તથા મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. શ્રી ચુડાસમા રાજપૂત સમાજ ધંધુકા દ્વારા જે આ આયોજન કરવામાં આવેલ છે તે પુરા સમાજ માટે સરાહનીય કાર્ય છે. જે ધાર્મિક યજ્ઞ સાથે સાથે સ્વાસ્થ્ય યજ્ઞ પણ કરવા જઈ રહ્યા છે.

શ્રી ચુડાસમા રાજપૂત સમાજ ધંધુકા

આ મહાકાર્યક્રમ ઉત્સાહજનક અને સફળ બની રહે છે તે હેતુથી માંભાવાની અને માં ખોડિયારને કરબદ્ધ પ્રાથના સાથે જ શ્રી ચુડાસમા રાજપૂત સમાજ ધંધુકાના આગેવાનો મંત્રી શ્રી જીતુભા એન.ચુડાસમા (રોજકા), પ્રમુખ શ્રી જયવિરસિંહ ડી. ચુડાસમા (ભડિયાદ), ઉપ – પ્રમુખ શ્રી મહાવિરસિંહ એમ. ચુડાસમા (ઝીંઝર) દ્વારા માનવ મેહરામણ આ ભગીરથ કાર્યક્રમાં અચૂક ઉપસ્થિત રહે તેવી અપેક્ષા રાખવામાં આવી છે.

આ પણ ખાસ વાંચો:

મેડીકલ ચેકઅપ કેમ્પમાં હિમોગ્લોબીન તપાસ, રેન્ડમ બ્લડ ગ્લુકોઝ (ડાયાબીટીસ), બ્લડ ગ્લુકોઝ ભૂખ્યા પેટે, બ્લડ ગ્લુકોઝ જમ્યા પછી (2 – કલાક), યુરીન સુગર, યુરીન આલ્બ્યુમીન, બ્લડ ફોર મેલેરિયા પેરાસાઈટ, બ્લડ ગ્રુપ – ઉપરોક્ત રોગોના રીપોર્ટ તૈયાર કરી આપવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments