Ram Navami 2025 Date: રામ નવમીનો તહેવાર એટલે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનો જન્મ દિવસ, આ દિવસે રામ નવમી ઉજવવામાં આવે છે. રામ નવમી 6 એપ્રિલ 2025ના રોજ ઉજવવામાં આવશે.
Ram Navami 2025 Date: ચૈત્રી નવરાત્રિ નવ દિવસ હોય છે, જે ચૈત્રના હિન્દુ મહિનામાં ઉજવવામાં આવે છે, તે આ વર્ષે 30મી માર્ચે શરૂ થશે. આ વખતે એક તિથિ તૂટે છે એટલે નવરાત્રિ 8 દિવસની રહેશે. હકીકતમાં આ વખતે પંચમી તિથિનો ક્ષય થઈ રહ્યો છે, તેથી નવરાત્રિની ચતુર્થી અને પંચમી તિથિ એક જ દિવસે રહેશે. એટલે આ વખતે ચૈત્ર નવરાત્રિ આઠ દિવસની રહેશે, અને 06 એપ્રિલ 2025 ના રોજ રામ નવમીના દિવસે સમાપ્ત થશે.
Ram Navami 2025 Date – રામ નવમી 2025 કઈ તારીખે છે?
ઉદયાતિથિ પ્રમાણે, રામ નવમી 6 એપ્રિલ 2025 ના રોજ ઉજવવામાં આવશે. હિન્દુ કેલેન્ડર મુજબ, ચૈત્ર શુક્લ નવમી તિથિ 5 એપ્રિલ 2025 ના રોજ સાંજે 07:26 વાગ્યે શરૂ થશે અને 6 એપ્રિલ 2025 ના રોજ સાંજે 07:22 વાગ્યે સમાપ્ત થશે.
રામનવમીના દિવસે ભગવાન રામની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર, ભગવાનનો જન્મ દિવસની મધ્યમાં થયો હતો. આ કારણથી મધ્યાહન સમયે પૂજા વિધિ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે પૂજા કરવાથી શુભ ફળ મળે છે અને દરેક પ્રકારના દુઃખ અને કષ્ટોમાંથી મુક્તિ મળે છે. જીવનમાં સુખ જ સુખ રહે છે.
સનાતન ધર્મની અંદર ઘણા તહેવારો આવે છે, પરંતુ રામ નવમી તહેવારએ ભગવાન શ્રી વિષ્ણુના સાતમાં અવતાર એટલેકે શ્રી રામના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રભુ શ્રી રામનો જન્મ અયોધ્યામાં થયો હતો. પ્રભુ શ્રી રામને મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખવામાં આવે છે. સનાતન ધર્મમાં આ દિવસે દરેક ભક્તો ભગવાન શ્રી રામની ભક્તિમાં મગન હોય છે. રામ ભક્તો દ્વારા આ તહેવારને ધામ ધૂમથી મનાવવામાં આવે છે.
આ પણ ખાસ વાંચો:
- CharDham Yatra Registration 2025: ચારધામ યાત્રા રજીસ્ટ્રેશન 2025 શરુ, જાણો કેવી રીતે કરશો ઓનલાઈન રજીસ્ટ્રેશન
- Hanuman Jayanti 2025: હનુમાન જયંતી 2025 ક્યારે છે?
- Hanuman Jayanti 2025: હનુમાન જયંતી 2025 તારીખ, શુભ મુહુર્ત, પૂજાવિધિ જાણો સંપૂર્ણ માહિતી અહીંથી
દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ રામ નવમીનો તહેવાર ઉજવવામાં આવે છે. વાલ્મીકિ રામાયણ અનુસાર ભગવાન શ્રી રામનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ અભિજીત મુહૂર્ત અને કર્ક રાશિમાં થયો હતો. આ કારણે આ દિવસે શ્રી રામની પૂજા સાથે વ્રત રાખવાની પરંપરા છે. આ દિવસે અયોધ્યામાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.