રાજકોટ સમૂહ લગ્ન: રાજકોટ સમૂહ લગ્ન વિવાદમાં ગૃહમંત્રીનો હસ્તક્ષેપ, સાથે પોલીસ બની દેવદૂત બની વર-કન્યાની વ્હારે આવીને લગ્ન સંપન્ન કરાવ્યા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યા આ આદેશ, જાણો સંપૂર્ણ માહિતી.
રાજકોટ સમૂહ લગ્ન: રાજકોટમાં સમૂહ લગ્નમાં 28 જોડા પહોંચ્યા અને આયોજકો જ ફરાર, આજે રાજકોટમાં સર્વજ્ઞાતિય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી વર-વધૂ પક્ષના જાનૈયાઓ આયોજના સ્થળે પહોંચ્યા તો ત્યાં આયોજકો ફરાર!
રાજકોટમાં ઋષિવંશી સમાજ સેવા સંઘ દ્વારા યોજાયેલા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં 28 જોડા પરિવાર સાથે પહોંચ્યા બાદ સ્થળ પર બ્રાહ્મણો જોવા નહીં મળતા અફરાતફરી સર્જાઈ હતી. આ પછી આયોજકો પણ ફરાર થઈ ગયા હતાં. આ ઉપરાંત મહેમાન તરીકે પહોંચેલા મેયરને લોકોએ ઘેરી લીધા હતાં. આ પછી સ્થાનિક પોલીસનો કાફલો દોડી આવ્યો હતો.
રાજકોટ સમૂહ લગ્ન – પોલીસ દેવદૂત બની લગ્ન સંપન્ન કરાવ્યા
આ મામલે પોલીસને જાણ થતાં DCP સહિત ટીમ ત્યાં પહોંચી હતી અને લોકોને શાંત કરી લગ્નવિધિ શરૂ કરાઈ હતી. આ સાથે પોલીસે ફરાર આયોજકોની શોધખોળ પણ આદરી છે. દરમિયાન, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની (Harsh Sanghvi) આ અંગે પ્રતિક્રિયા આવી છે.
કરિયાવર સાથે દીકરી સાસરે પહોંચે તેવું આયોજન કરાશે : હર્ષ સંઘવી
પ્રાપ્ત માહિતી અનુસાર, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરિયાવરનાં આદેશ આપવા સાથે કહ્યું કે, પોલીસ દીકરીઓનાં લગ્ન કરાવી રહી છે. કરિયાવર સાથે દીકરી સાસરે પહોંચે તેવું આયોજન કરાશે. જણાવી દઈએ કે, રાજકોટમાં (Rajkot) ઋષિવંશી સમાજ સેવા સંઘ દ્વારા આજે સર્વ જ્ઞાતિ સમૂહલગ્નનું (Sarv Gnati Samuh Lagan) આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ ખાસ વાંચો:
પરંતુ, સમૂહલગ્નનું આયોજન કરનારા આયોજકો ચંદ્રેશ છત્રોલા, દિલીપ ગોહેલ અને દીપક હિરાણી રાત સુધી હાજર રહ્યા બાદ સવારે અચાનક છૂમંતર થઈ જતાં 28 યુગલ અને જાનૈયાઓ ભારે ચિંતામાં મૂકાયા હતા. લોકોએ ભારે વિરોધ પણ કર્યો હતો.
લગ્નવિધિ અટવાઈ જતાં કેટલાક યુગલ લગ્ન કર્યા વગર જ પરત ફર્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી. પોલીસે સ્થળ પર હાજર જોડાંઓની લગ્નવિધિ કરાવવાની જવાબદારી ઊપાડી હતી અને લગ્ન કરાવી સામાજિક ઉત્તરદાયિત્વ નીભાવ્યું હતું. આમ, રાજકોટ પોલીસ (Rajkot Police) વર-કન્યા પક્ષનાં પરિવાર માટે દેવદૂત બની હતી.