NASA Crew10 Mission: સુનીતા વિલિયમ્સ પૃથ્વી પર પરત ફરશે, નાસા ક્રૂ 10 મિશન લોન્ચ, સુનીતા વિલિયમ્સને પૃથ્વી પર પાછા લાવવા કાઉન્ટડાઉન શરુ.
NASA Crew10 Mission: નાસા ક્રૂ 10 મિશન અવકાશ યાત્રી સુનીતા વિલિયમ્સ (Sunita Williams) અને બુચ વિલ્મોર (Buch Wilmore) ને પૃથ્વી પર પાછા લાવવાનું મિશન છે.
NASA Crew10 Mission – સુનીતા વિલિયમ્સ પૃથ્વી પર પરત ફરશે
- નાસા ક્રૂ 10 મિશન લોન્ચ કરવામાં આવ્યુ
- અવકાશ યાત્રી સુનીતા વિલિયમ્સ (Sunita Williams) અને બુચ વિલ્મોર (Buch Wilmore) પૃથ્વી પર પરત ફરશે
- ફાલ્કન 9 રોકેટે નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી ઉડાન ભરી
- બંનેએ અવકાશમાં 9 મહિના વિતાવ્યા છે
આપણે સૌ ઘણા સમયથી સાંભળતા આવ્યા છીએ કે સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર છેલ્લા ઘણા સમયથી અવકાશમાં ફસાયેલા છે, સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ગયા વર્ષે જૂનમાં ISS પર ફસાયા હતા. વિલિયમ્સ અને વિલ્મોર જૂન 2024 માં ISS ના મિશન પર ગયા હતા, જે આઠ દિવસ માટેનું જ હતું, પરંતુ બોઇંગના સ્ટારલાઇનર અંતરિક્ષયાનમાં ટેક્નિકલ સમસ્યાઓના કારણે બંને ત્યાં અટવાઈ ગયા હતા.
આ પણ ખાસ વાંચો:
- Jio Deals With SpaceX: Airtel બાદ Reliance JIO એ SpaceX સાથે હાથ મિલાવ્યો
- Airtel With SpaceX: એરટેલે ભારતમાં હાઈ સ્પીડ ઈન્ટરનેટ સેવા માટે એલન મસ્કના સેપ્સએક્સ સાથે ભાગીદારી કરી
નાસાએ અગાઉ 13 માર્ચે ક્રૂ-10 લોન્ચ કરવાની યોજના બનાવી હતી, પરંતુ લોન્ચ પેડ પર ભારે પવન અને વરસાદને કારણે મિશનમાં વિલંબ કરવો પડ્યો. વધુમાં, સ્પેસએક્સના એન્જિનિયરોને લોન્ચ કોમ્પ્લેક્સ 39A ખાતે ફાલ્કન 9 રોકેટ માટે ગ્રાઉન્ડ સપોર્ટ ક્લેમ્પ આર્મ સાથે હાઇડ્રોલિક સિસ્ટમની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે.
NASA એ તેમના મિશન લોન્ચિંગના થોડા કલાકો પહેલા X પર જણાવ્યું હતું કે સફળતાપૂર્વક મિશન લોન્ચ કર્યા બાદ સુનિતા વિલિયમ્સ, બુચ વિલ્મોર થોડા દિવસો બાદ પૃથ્વી પર સફળતાપૂર્વક પાછા ફરશે તેવી આશા છે.