મન ફાવે ત્યાં ફરો યોજના: ગુજરાતભરના વિવિધ વિસ્તારોની મુલાકાત લેવા ઈચ્છતા કોઈપણ વ્યક્તિ માત્ર 4 થી 7 દિવસ દરમિયાન માત્ર 450થી 1450 રૂપિયામાં ગુજરાતના કોઈપણ ખૂણે મુસાફરી કરી શકશે.
મન ફાવે ત્યાં ફરો યોજના: આ યોજનાનો મુખ્ય હેતુ ઉનાળુ વેકેશનમાં લોકોને ઓછા ખર્ચે ગુજરાતના વિવિધ સ્થળોની મુલાકાત લેવાની તક પૂરી પાડવાનો છે.
મન ફાવે ત્યાં ફરો યોજના
‘મન ફાવે ત્યાં ફરો’ યોજના અંતર્ગત વ્યક્તિ એક વખત ભાડું ચૂકવીને પાસ કઢાવી શકે છે અને પછી આખા ગુજરાતમાં તેને ગમે ત્યાં ફરી શકે છે. આ યોજના 4 દિવસ અને 7 દિવસ એમ બે પ્રકારની અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત GSRTC એટલે કે એસટીની કોઈપણ બસમાં મુસાફરી કરી પોતાના પ્રવાસનો આનંદ વ્યક્તિ માણી શકશે.
મન ફાવે ત્યાં મુસાફરી કરો
રાજ્યના નાગરિકોને ઐતિહાસિક ધાર્મિક, અગત્યના ઔદ્યોગિક એકમોની મુલાકાત સસ્તા ભાડાના દરથી ગુજરાત રાજ્યની હદમાં ગમે ત્યાં પ્રવાસ / મુસાફરી કરી શકે તે માટે 07/04 દિવસ પાસની “મન ફાવે ત્યાં મુસાફરી કરો” ની યોજના તા.૦૧-૦૩-૨૦૦૬થી અમલમાં મૂકવામાં આવી છે.
આ પણ ખાસ વાંચો:
- નર્મદા પરિક્રમા: નર્મદા નદીની ઉત્તરવાહિની પરિક્રમા 29 માર્ચ થી શરુ થશે
- Ram Navami 2025 Date: જાણો રામ નવમી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ માહિતી
- Hanuman Jayanti 2025: હનુમાન જયંતી 2025 તારીખ, શુભ મુહુર્ત, પૂજાવિધિ જાણો સંપૂર્ણ માહિતી અહીંથી
આ યોજનામાં મુસાફરો અંબાજીથી ઉમરગામ તેમજ કચ્છથી કાઠીયાવાડ સુધી ST બસમાં ફરી શક્શે. આ યોજના ગુજરાતના તમામ ST ડેપો સહિત ST નિગમની તમામ ગુર્જર નગરી અને અન્ય એક્સપ્રેસ બસોમાં લાગુ પડશે.STની નોન AC સ્લીપર કોચમાં પણ આ યોજના અમલી ગણાશે.
લોકલ, એક્સપ્રેસ, ગુર્જનગરી, લકઝરી, સ્લીપર કોચ, એ.સી. કોચ, વોલ્વો સહિતના સર્વિસના પ્રકાર રાખવામાં આવ્યા છે. આમ સર્વિસના પ્રકાર મુજબ મુસાફરો પાસેથી ભાડાની રકમ લેવામાં આવશે. જેમાં બાળકો અને પુખ્ત વયના વ્યક્તિઓમાં પીક સિઝનમાં એપ્રિલ, મે, જુન, ઓક્ટોબર અને નવેમ્બર મહિના અને સ્કેલ સિઝનમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, જુલાઈ ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ડિસેમ્બર મહિના પ્રમાણે ભાડામાં તફાવત જોવા મળશે.