HomeReligionSpiritualMahashivratri 2025: મહાશિવરાત્રી 2025 ક્યારે છે? જાણો શુભ મુહુર્ત

Mahashivratri 2025: મહાશિવરાત્રી 2025 ક્યારે છે? જાણો શુભ મુહુર્ત

Mahashivratri 2025: આ વર્ષે મહાશિવરાત્રી 26 ફેબ્રુઆરી 2025 ના રોજ ઉજવવામાં આવશે. મહાશિવરાત્રી 2025 દરમિયાન બની રહ્યો છે અદભુત સયોંગ.

Mahashivratri 2025: વૈદિક કેલેન્ડર મુજબ, ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ 26 ફેબ્રુઆરી, 2025ના રોજ સવારે 11:08 વાગ્યે શરૂ થઈ 27 ફેબ્રુઆરીએ સવારે 08:54 વાગ્યે સમાપ્ત થશે. આ દિવસે બનનારા શુભ સંયોગો કેટલીક રાશિઓના જીવનમાં સકારાત્મક અને ફળદાયી સાબિત થશે.

Mahashivratri 2025: મહાશિવરાત્રી 2025 ક્યારે છે?

મહાશિવરાત્રી 2025 ક્યારે છે?

વૈદિક કેલેન્ડર મુજબ, ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ 26 ફેબ્રુઆરી, 2025ના રોજ સવારે 11:08 વાગ્યે શરૂ થઈ 27 ફેબ્રુઆરીએ સવારે 08:54 વાગ્યે સમાપ્ત થશે.

મોટા ભાગના લોકો હિન્દુ માન્યતા અનુસાર ઉપવાસ રાખતા હોય છે. આ દિવસ દરમિયાન ભક્તો વહેલી સવારે શિવ મંદિરોમાં જાય છે. મોટાભાગના લોકો બપોર પહેલા શિવલિંગ પૂજા પૂર્ણ કરે છે કારણ કે મોટાભાગના મંદિરો સાંજના દર્શનની તૈયારી માટે બંધ હોય છે. મોટાભાગના શિવ મંદિરો સાંજે ફક્ત દર્શન માટે ખુલે છે, પૂજા પ્રવૃત્તિઓ માટે નહીં. સવારે ભક્તો દૂધ અને પાણીથી અભિષેક કરે છે અને બીલીપત્ર, બીલી ફળ અને ધતુરા સહિત શિવલિંગને વિવિધ વસ્તુઓ અર્પણ કરતા હોય છે.

આ પણ ખાસ વાંચો:

મહાશિવરાત્રીનો તહેવાર વિશેષ રૂપે નિશિતા કાલ દરમિયાન ઉજવવામાં આવે છે. સુખ, સમૃદ્ધિ અને સુખાકારી પ્રાપ્ત કરવા માટે, મહાશિવરાત્રીના દિવસે શિવની પૂજા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

મહાશિવરાત્રી 2025 શુભ મુહુર્ત કયા છે?

મહાશિવરાત્રી 2025 શુભ મુહુર્ત આ ચાર સમય મુજબ છે.

રાત્રી પ્રથમ પ્રહર પૂજા સમય – સાંજે 06:19 થી 09:26 PM
રાત્રી દ્વિતીય પ્રહર પૂજા સમય – 09:26 PM થી 12:34 AM, ફેબ્રુઆરી 27
રાત્રી ત્રીજી પ્રહર પૂજા સમય – 12:34 AM થી 03:41 AM, 27 ફેબ્રુઆરી
રાત્રી ચોથી પ્રહર પૂજા સમય – 03:41 AM થી 06:48 AM, 27 ફેબ્રુઆરી

મહાશિવરાત્રી 2025 નિશિતા કાલ પૂજાનો સમય કયો છે?

નિશિતા કાલ પૂજા સમય – 12:09 AM થી 12:59 AM, 27 ફેબ્રુઆરી
શિવરાત્રી પારણા સમય – સવારે 06:48 – સવારે 08:54, 27 ફેબ્રુઆરી

મહાશિવરાત્રીનો ઉપવાસ રાખનારા ભક્તો 27 ફેબ્રુઆરી, ગુરુવારના રોજ સવારે 06:48 થી 08:54 વાગ્યા સુધી તેમનો ઉપવાસ તોડી શકે છે. શાસ્ત્રો અનુસાર, આ સમયગાળા દરમિયાન ઉપવાસ તોડવો શુભ માનવામાં આવે છે. મહાશિવરાત્રી પર યોગ્ય રીતે ઉપવાસ અને પૂજા કરવાથી ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments