HomeReligionSpiritualMahakumbh 2025: વસંત પંચમી અમૃત સ્નાન શુભ મુહુર્ત કયું છે? જાણો સંપૂર્ણ...

Mahakumbh 2025: વસંત પંચમી અમૃત સ્નાન શુભ મુહુર્ત કયું છે? જાણો સંપૂર્ણ માહિતી

વસંત પંચમી અમૃત સ્નાન શુભ મુહુર્ત: વસંત પંચમીના દિવસે ત્રીજુ અમૃત સ્નાન યોજાશે. પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ પર વિશ્વના સૌથી મોટા માનવ મેળા મહાકુંભનો ભવ્ય પ્રારંભ થઇ ચુક્યો છે. અને તેના બે મહત્વના અમૃત સ્નાન પૂર્ણ થઇ ચુક્યા છે.

વસંત પંચમી અમૃત સ્નાન શુભ મુહુર્ત: પહેલું અમૃત સ્નાન મકર સંક્રાંતિના દિવસે હતું, બીજું અમૃત સ્નાન મૌની અમાવસ્યાના રોજ હતું અને ત્રીજું શાહી સ્નાન વસંત પંચમી 02 ફેબ્રુઆરી 2025ને રોજ થવા જઈ રહ્યું છે. મહા કુંભ મેળામાં શાહી સ્નાનનું વિશેષ મહત્વ છે. શાહી સ્નાનના દિવસે વિવિધ સંપ્રદાયના અખાડાના ગુરુ, સંતો અને મહંત ત્રિવેણી સંગમમાં સ્નાન કરે છે.

Mahakumbh 2025 વસંત પંચમી અમૃત સ્નાન શુભ મુહુર્ત કયું છે?

તો ચાલો આપણે જાણી લઈએ મહાકુંભમાં થનારા ત્રીજા અમૃત સ્નાન વિશે. મહાકુંભમાં ત્રીજું અમૃત સ્નાન વસંત પંચમીના રોજ કરવામાં આવશે. વસંત પંચમી ક્યારે છે. તે દિવસે અમૃત સ્નાન માટે કયો શુભ સમય છે તે વિશે જાણીએ.

વસંત પંચમીનો દિવસ જ્ઞાન, સંગીત, કલા, વિજ્ઞાન અને ટેકનોલોજીની દેવી સરસ્વતીને સમર્પિત છે. વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. વસંત પંચમીને શ્રી પંચમી અને સરસ્વતી પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે.

2 ફેબ્રુઆરીએ સવારે 8.51 કલાકે કર્મનો દાતા શનિ પૂર્વભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કરશે, જ્યાં તે 2 માર્ચ સુધી હાજર રહેશે. વસંત પંચમીના દિવસે શિવયોગ, સિદ્ધયોગ અને સાધ્યયોગનો અદ્ભુત સમન્વય પણ રચાઈ રહ્યો છે.

પંચાંગ મુજબ આ વખતે માઘ મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિ 2 ફેબ્રુઆરીએ સવારે 9:16 વાગ્યે શરૂ થશે. આ તારીખ ૩ ફેબ્રુઆરીએ સવારે 6.54 કલાકે પૂર્ણ થશે.

વસંત પંચમી અમૃત સ્નાન શુભ મુહુર્ત કયું છે?

વસંત પંચમીનું અમૃત સ્નાન 3 ફેબ્રુઆરીએ કરવામાં આવશે. આ દિવસે સ્નાન માટે બ્રહ્મ મુહૂર્ત સવારે 5:23 વાગ્યે શરૂ થશે. આ શુભ સમય પણ 6:16 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં, આ શુભ મુહૂર્તમાં અમૃત સ્નાન કરવાથી શુભ પરિણામો પ્રાપ્ત થઈ શકે છે.

વસંત પંચમી 2025 ક્યારે છે?

પંચાંગ મુજબ આ વખતે માઘ મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિ 2 ફેબ્રુઆરીએ સવારે 9:16 વાગ્યે શરૂ થશે. આ તારીખ ૩ ફેબ્રુઆરીએ સવારે 6.54 કલાકે પૂર્ણ થશે.

આ પણ ખાસ વાંચો:

મહાકુંભમાં અમૃત સ્નાન ખૂબ જ ખાસ માનવામાં આવે છે, કારણ કે અમૃત સ્નાનની તારીખો ગ્રહો અને નક્ષત્રોની ગતિ જોઈને નક્કી કરવામાં આવે છે. વસંત પંચમીના દિવસે અમૃત સ્નાન કરવાથી દેવી સરસ્વતીનો આશીર્વાદ મળે છે. જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે. ઉપરાંત, વ્યક્તિને બધા પાપોમાંથી મુક્તિ મળે છે.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. LokGujarat.Com આની પુષ્ટિ કરતુ નથી. માત્ર ને માત્ર સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments