HomeCareerLRD Constable Physical Test Result: લોકરક્ષક કોન્સ્ટેબલ શારીરિક કસોટીનું પરિણામ જાહેર

LRD Constable Physical Test Result: લોકરક્ષક કોન્સ્ટેબલ શારીરિક કસોટીનું પરિણામ જાહેર

LRD Constable Physical Test Result: લોકરક્ષક કોન્સ્ટેબલ શારીરિક કસોટીનું પરિણામ જાહેર, ગુજરાત રાજયના 15 કેન્દ્રો પર શારીરીક કસોટીનું આયોજન કરવામાં આવેલ હતું.

LRD Constable Physical Test Result: તારીખ 08.01.2025 થી ગુજરાત રાજયના 15 (પંદર) કેન્દ્રો (ગ્રાઉન્ડ) ઉપર શારીરીક કસોટીનું આયોજન કરવામાં આવેલ, જે શારીરીક કસોટી પૂર્ણ થતા, લોકરક્ષક કેડર સંવર્ગમાં શારીરીક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની વિગત જાહેર કરવામાં આવી છે.

LRD Constable Physical Test Result

  • લોકરક્ષક કોન્સ્ટેબલ શારીરિક કસોટીનું પરિણામ જાહેર
  • ગુજરાત રાજયના 15 કેન્દ્રો પર શારીરીક કસોટીનું આયોજન કરવામાં આવેલ હતું
  • ઉતીર્ણ થયેલ ઉમેદવારોની યાદી રોલનંબર મુજબ મુકવામાં આવેલ છે.

શારીરીક કસોટી અંગે દોડ કસોટી અને શારીરિક માપ કસોટીની મળેલ અરજીઓ પૈકી દોડ કસોટીની અરજીઓમાં RFID Lap Data અને CCTV કેમેરાના રેકોડીંગ સાથે ચકાસણી કરવામાં આવેલ છે અને શારીરિક માપ કસોટીમાં ઉંચાઇના ફોટોગ્રાફ સાથે ચકાસણી કરવામાં આવેલ છે. ચકાસણીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ લોકરક્ષક કેડર સંવર્ગની શારીરીક કસોટીનું પરીણામ જાહેર કરવામાં આવેલ છે.

ભરતી પ્રક્રિયા દરમ્યાન કોઇ૫ણ ઉમેદવાર ગેરલાયક હોવા છતાં તેમને યાંત્રિક, કલેરીકલ અથવા બીજી કોઇ૫ણ ભૂલના લીઘે લાયક ગણવામાં આવેલ હશે કે ૫સંદ કરવામાં આવેલ હશે, તો કોઈપણ‍ તબક્કે તે રદ થવા‍પાત્ર રહેશે. જે તમામને બંધનકર્તા રહેશે.

સરકારશ્રી / નામદાર સુપ્રીમ કોર્ટ/ નામદાર હાઇ કોર્ટ તરફથી વખતો વખત જે ચૂકાદો/ નિર્ણય આવશે તે તમામ ઉમેદવારોને બંધનકર્તા રહેશે.

આ પણ ખાસ વાંચો:

જો કોઇ ઉમેદવારને શારીરીક કસોટીના પરિણામની વિગતો અંગે કોઇ વાંધો કે રજુઆત હોય તો અરજી સાથે કોલલેટરની નકલ સામેલ રાખી જરૂરી પુરાવા સાથે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-૧૨, સરિતા ઉધાનની નજીક, સેકટર-૯, ગાંધીનગર – ૩૮૨૦૦૭ ખાતે રૂબરૂમાં અથવા રજી.પો.એ.ડી. અથવા સ્પીડ પોસ્ટ અથવા કુરીયરથી તા.૧૭/૦૩/૨૦૨૫ના સાંજના કલાકઃ ૧૭.૩૦ વાગ્યા સુધીમાં મળે તે રીતે મોકલી આપવાની રહેશે.

તા.17.03.2025 બાદ મળેલ કોઇપણ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.

લોકરક્ષક કોન્સ્ટેબલ શારીરિક કસોટીનું પરિણામPDF File Here
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments