Top 10 Happiest Countries In 2025: World Happiness Report 2025 માં સતત 8માં વર્ષે ફિનલેન્ડ સૌથી ખુશહાલ દેશ, ટોપ-10માં ભારત-અમેરિકા નહીં.
Top 10 Happiest Countries In 2025: વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ 2025 યુએસ તેના અત્યાર સુધીના સૌથી નીચા રેન્કિંગ પર આવી ગયું, વાર્ષિક વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટમાં ફિનલેન્ડ સતત 8મા વર્ષે નંબર 1 પર છે.
Top 10 Happiest Countries In 2025 – World Happiness Report 2025
યુએનના આંતરરાષ્ટ્રીય હેપીનેસ ડે પર પ્રકાશિત થયેલો આ અહેવાલ 140 થી વધુ દેશોના રહેવાસીઓ તેમના જીવનની ગુણવત્તાનું મૂલ્યાંકન કેવી રીતે કરે છે તેના વિશ્લેષણ પર આધારિત છે. ફિનલેન્ડ 7.74 ના સરેરાશ સ્કોર સાથે પ્રથમ ક્રમે આવ્યુ છે.
વર્લ્ડ હેપીનેસ રીપોર્ટ 2025 20 માર્ચના રોજ જાહેર થયો છે. આ રીપોર્ટમાં યુનાઇટેડ સ્ટેટ નીચલા સ્તરે પહોચી ગયું છે. 2024માં અમરિકા ઇતિહાસમાં પહેલીવાર ટોચના 20 દેશોની યાદીમાંથી બહાર નીકળી ગયું હતું, અને તે એ વખતે 23માં ક્રમે આવી ગયું હતું, આ વખતે પણ એટલે કે 2025માં તે દોર યથાવત રહ્યો છે અને વર્લ્ડ હેપીનેસ રીપોર્ટ 2025 અનુસાર તે 24માં ક્રમ પર આવી ગયું છે.
Top 10 Happiest Countries In 2025
1. ફિનલેન્ડ (Finland)
2. ડેનમાર્ક (Denmark)
3. આઇસલેન્ડ (Iceland)
4. સ્વીડન (Sweden)
5. નેધરલેન્ડ્સ (Netherlands)
6. કોસ્ટા રિકા (Costa Rica)
7. નોર્વે (Norway)
8. ઇઝરાયલ (Israel)
9. લક્ઝમબર્ગ (Luxembourg)
10. મેક્સિકો (Mexico)
વિશ્વના સૌથી ખુશહાલ ટોપ-10 દેશોની વાત કરીએ તો ફિનલેન્ડ બાદ ડેનમાર્ક, આઇસલેન્ડ, નોર્વે અને સ્વીડન પણ યાદીમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે વિશ્વનો સૌથી ધનિક અને સૌથી શક્તિશાળી દેશ અમેરિકા પણ આ યાદીમાં સ્થાન મેળવી શક્યો નથી. જો આપણે વિશ્વના ટોપ 25 દેશોની યાદી જોઈએ તે આ પ્રમાણે છે.
Top 25 Happiest Countries In 2025
1. ફિનલેન્ડ
2. ડેનમાર્ક
3. આઇસલેન્ડ
4. સ્વીડન
5. નેધરલેન્ડ
6. કોસ્ટા રિકા
7. નોર્વે
8. ઇઝરાયલ
9. લક્ઝમબર્ગ
10. મેક્સિકો
11. ઓસ્ટ્રેલિયા
12. ન્યુઝીલેન્ડ
13. સ્વિટ્ઝર્લૅન્ડ
14. બેલ્જિયમ
15. આયર્લેન્ડ
16. લિથુઆનિયા
17. ઑસ્ટ્રિયા
18. કેનેડા
19. સ્લોવેનિયા
20. ચેકિયા
21. સંયુક્ત આરબ અમીરાત
22. જર્મની
23. યુનાઇટેડ કિંગડમ
24. યુનાઇટેડ સ્ટેટ્સ
25. બેલીઝ
તમને જણાવી દઈએ કે, ડેનમાર્કના લોકો વિશ્વમાં સૌથી વધુ ટેક્સ ચૂકવે છે અને તેઓ તેમની આવકનો અડધો ભાગ ચૂકવવા તૈયાર રહે છે. પરંતુ આ વાત એ હકીકત દ્વારા પણ સંતુલિત છે કે, દેશમાં મોટાભાગની આરોગ્ય સેવાઓ મફત છે, બાળ સંભાળ સબસિડી આપવામાં આવે છે, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કોઈ ટ્યુશન ફી ચૂકવતા નથી અને અભ્યાસ દરમિયાન ખર્ચને પહોંચી વળવા માટે અનુદાન મેળવે છે. વૃદ્ધોને પેન્શન મળે છે અને તેમને સારસંભાળ માટે સહાયકો પણ પૂરા પાડવામાં આવે છે.
આ પણ ખાસ વાંચો:
કોસ્ટા રિકા અને મેક્સિકો બંને પ્રથમ વખત ટોચના 10 માં સ્થાન મેળવ્યું છે, જે રોન લેવી કહે છે કે દર્શાવે છે કે લોકોને ખુશ કરવા માટે તમારે વિશ્વના સૌથી ધનિક દેશોમાંના એક બનવાની જરૂર નથી.