HomeEntertainmentJija Sala Jija Trailer: હાસ્યથી ભરપુર જીજા સાલા જીજા ગુજરાતી ફિલ્મનું ટ્રેલર...

Jija Sala Jija Trailer: હાસ્યથી ભરપુર જીજા સાલા જીજા ગુજરાતી ફિલ્મનું ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યુ

Jija Sala Jija Trailer: ઓપ્શન રમી ને ફ્યુચર સેટ થશે કે અપસેટ? હાસ્યથી ભરપુર જીજા સાલા જીજા ગુજરાતી ફિલ્મનું ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યુ.

Jija Sala Jija Trailer: જીજા સાલા જીજા ની આ પૈસા કમાવાની લાલચ નો અફરાતફરી અને હાસ્ય થી ભરપૂર સફર જોવા માટે થઈ જાઓ તૈયાર આવી રહ્યા છે તમારા નજીકના સિનેમાઘરોમાં ૨૧ માર્ચ થી – Jija Sala Jija.

મિત્રો ગુજરાતી ફિલ્મમાં ઘણા સમયથી નવા નવા કોન્સેપ્ટ પર ફિલ્મ આવી રહી છે અને તમામ લોકોનું મનોરંજન પણ કરી રહી છે, હવે આ જીજા સાલા જીજા ગુજરાતી ફિલ્મ નવાજ કોન્સેપ્ટ પર આવી રહી છે. જેમાં તેઓ વધારે રૂપિયા કમાવાની લાલચમાં શેર માર્કેટમાં ઓપ્શન રમી ને ફ્યુચર સેટ કરવા માંગે છે, હવે તે સેટ થશે કે પછી અપસેટ થશે તે માટે તો તમારે આ ફિલ્મ જોવી જ રહી.

Jija Sala Jija Trailer – જીજા સાલા જીજા ગુજરાતી ફિલ્મ ટ્રેલર

એકવાર તમે આ ટ્રેલર જોશો એટલે એટલું તો કહીજ શકશો કે આ ફિલ્મ તમને ખુબજ હાસ્ય પૂરુ પાડશે. આ ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો શોર્ટ ટર્મમાં પૈસા કમાવા માટે શેર માર્કેટમાં ઓપ્શન રમીને ફ્યુચર સેટ કરવા માંગે છે, પણ થાય છે ઊંધું શોર્ટ ટર્મમાં પૈસા કમાવવાની લાલચમાં તેઓ પોતાના પૈસા ખોઈ બેસે છે. અને તે પાછા મેળવવા માટે બીજા આઈડિયા વાપરવામાં તે તેમાં વધારે ઊંડા ઉતરતા જાય છે. આ બધા વચ્ચે એક ગજબનું જ હાસ્ય ઉભું થાય છે.

આ પણ ખાસ વાંચો:

આ ફિલ્મની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો તેમાં તુષાર સાધુ, કુશલ મિસ્ત્રી, જય પંડ્યા, રાગી જાનીખુશ્બુ ત્રિવેદી, ક્રિના પાઠક, પાર્થ પરમાર, ઉર્વશી હરસોરા, કોમલ પંચાલ, દિપેન રાવલ, દ્વારા અભિનય કરવામાં આવ્યો છે.

આ ફિલ્મ Vraj Films પ્રોડક્શન હેઠળ બનેલી ફિલ્મ છે. તેમની આ પહેલાની ફિલ્મ હાહાકાર પણ ખુબજ કોમેડી ફિલ્મ હતી, અને જે દર્શકોનું ભરપુર મનોરંજન કર્યું હતું. આ ફિલ્મમાં પ્રીતમ શુક્લા દ્વારા મ્યુઝીક આપવામાં આવ્યું છે.

તમને એ જણાવી દઈએ કે આ જીજા સાલા જીજા ગુજરાતી ફિલ્મ 21 માર્ચ 2025 ના રોજ સિનેમા ઘરોમાં રીલીઝ થવા જઈ રહી છે. તો જો તમને હાસ્યથી ભરપુર ફિલ્મ જોવી ગમતી હોય તો, આ ફિલ્મ જોવાનું ચુકતા નહિ. તેમજ આ ફિલ્મ દર્શકો પર કેવી છાપ છોડી શકે છે તે રીલીઝ થયા બાદ જ ખબર પડશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments