JEE Mains 2025 Answer key: JEE મેઈન્સ સેશન 1 આન્સર કી જાહેર કરવામાં આવી. ઉમેદવારો jeemain.nta.nic.in પર જઈને તેને ચકાસી અને ડાઉનલોડ કરી શકે છે.
JEE Mains 2025 Answer key: JEE મેઈન્સ 2025ની ઓફિશ્યલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ પોતાનો એપ્લિકેશન નંબર અને પાસવર્ડ દાખલ કરીને તેને જોઈ શકે છે. વિદ્યાર્થીઓ તેમના જવાબો સંપૂર્ણ રીતે ચકાસવા માટે JEE મેન્સની રિસ્પોન્સ શીટ અને આન્સર કી રિસ્પોન્સ શીટ ચકાસી શકે છે.
JEE Mains 2025 Answer key: JEE મેઈન્સ સેશન 1 આન્સર કી જાહેર
જોઈન્ટ એન્ટ્રેસ એક્ષામ, મુખ્ય (JEE Mains) સત્ર 1, 30 જાન્યુઆરી 2025 ના રોજ સમાપ્ત થયું હતું. આ પ્રવેશ પરીક્ષા એન્જિનિયરિંગ કોલેજો માટે ભારતની સૌથી મોટી પ્રવેશ પરીક્ષાઓમાંની એક છે. આમ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ 22, 23, 24, 28, 29 અને 30 જાન્યુઆરીના રોજ 11 શિફ્ટનું આયોજન કર્યું હતું, જેથી બધા નોંધાયેલા ઉમેદવારોને પરીક્ષા આપવાની યોગ્ય તક મળી શકે. NTA પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરે છે જેથી ઉમેદવારો તેમના જવાબો સાથે મેળવી શકે અને પુનઃમૂલ્યાંકન માટે અરજી કરી શકે.
આ પણ ખાસ વાંચો:
- PM Research Fellowship: પીએમ રિસર્ચ ફેલોશિપ યોજના, વિદ્યાર્થીને દર વર્ષે મળશે 80 હજાર રૂપિયા સુધીની ફેલોશીપ
- VMC Recruitment 2025: વડોદરા મહાનગરપાલિકા 219 જગ્યા માટે ભરતી જાહેર
જો ઉમેદવારને કોઈપણ પ્રશ્નના જવાબ અંગે કોઈ વાંધો હોય, તો તે પ્રતિ પ્રશ્ન 200 રૂપિયા ચૂકવીને પોતાનો વાંધો નોંધાવી શકે છે. વિષય નિષ્ણાતો દ્વારા વાંધોનો ઉકેલ લાવવામાં આવશે જેના આધારે અંતિમ જવાબ કી પછીથી બહાર પાડવામાં આવશે.
JEE Mains 2025 Answer key કઈ રીતે ડાઉનલોડ કરવી?
સ્ટેપ 1. સૌ પ્રથમ તમારે સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in ની મુલાકાત લેવી પડશે.
સ્ટેપ 2. હવે તમારે હોમ પેજ પર આપેલ JEE Main 2025 પરીક્ષાની આન્સર કી લિંક પર ક્લિક કરવાનું રહેશે.
સ્ટેપ 3. આ પછી તમારે લોગ ઇન કરવું પડશે.
સ્ટેપ 4. આ પછી તમારે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે.
સ્ટેપ 5. હવે તમારી સામે એક નવી વિન્ડો ખુલશે અને તમારી સ્ક્રીન પર આન્સર કી દેખાશે.
સ્ટેપ 6. હવે તમે આન્સર કી PDFને ચેક કરો.
સ્ટેપ 7. હવે તમે JEE મેઈન 2025 પરીક્ષાની આન્સર કી PDF ડાઉનલોડ કરી શકો છો.