HomeEntertainmentJahal Ni Chitthi: જાહલ ની ચિઠ્ઠી - રા' નવઘણ પંકજ મિસ્ત્રીનું પદમા...

Jahal Ni Chitthi: જાહલ ની ચિઠ્ઠી – રા’ નવઘણ પંકજ મિસ્ત્રીનું પદમા બાદ જાહલ ની ચિઠ્ઠી ગુજરાતી ગીત વાયરલ

Jahal Ni Chitthi: જાહલ ની ચિઠ્ઠી – રા’ નવઘણ પંકજ મિસ્ત્રીનું પદમા બાદ જાહલ ની ચિઠ્ઠી ગુજરાતી ગીત વાયરલ. જાહલ ની ચિઠ્ઠી ગીત જે ભાઈ બહેન ના અમર પ્રેમ અને એક વચન માટે ભાઈ શું કરે એ વાત કરી છે.

Jahal Ni Chitthi: જાહલ ની ચિઠ્ઠી – રા’ નવઘણ – પદમા બાદ જાહલ ગીત વાયરલ! જાણો ભવ્ય ગાથા, સિંધના કામાંધ રાજાની કેદમાંથી કેવી રીતે છૂટ્યાં? એક ભાઈએ પોતાનો જીવ જોખમમાં મૂકીને બહેનની લાજ બચાવી તેવી ભાઈ-બહેનના અમર પ્રેમની આ ગાથા છે. ગુજરાતી સિંગર પંકજ મિસ્ત્રીનું પદમા બાદ જાહલ ની ચિઠ્ઠી (Jahal Ni Chitthi) ગુજરાતી ગીત વાયરલ થઇ રહ્યું છે. પદમા બાદ હવે લોકો પર જાહલનો ‘રંગ’ ચઢી રહ્યો છે. આ ગીતને સારો એવો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.

ઘણીવાર એવું બનતું હોય છે કે જે ગીત વાઈરલ થયું હોય તેના ઈતિહાસ વિષે આપણે કશું જાણતા હોતા નથી, અને એ ગીત વાઈરલ થયા પછી તેના ઈતિહાસ જાણવા વિષે આપની જીજ્ઞાસા વધી જતી હોય છે.

Jahal Ni Chitthi: જાહલ ની ચિઠ્ઠી – રા’ નવઘણ પંકજ મિસ્ત્રીનું પદમા બાદ જાહલ ની ચિઠ્ઠી ગુજરાતી ગીત વાયરલ

તેવું જ આ ગીત જાહલ ની ચિઠ્ઠી – રા’ નવઘણ, ગુજરાતી ગાયક પંકજ મિસ્ત્રીના અવાજમાં મામા મારી પદમાંને કહેજો ગીત વાઈરલ થયું હતું એજ રીતે આ ગીત પણ લોકોના હૈયામાં વસી રહ્યું છે અને હોઠો પણ આજ ગીત સાંભળવા મળી રહ્યું છે.

સવાલ થાય છે કે આ જાહલ કોણ છે? અને તેઓ શા માટે ‘બચાવો’નો પોકાર પાડી રહ્યા છે. તેઓ કોણ હતા, અને કોણ તેમના રુપમાં આંધળો બન્યો અને તેમણે કોને બચાવવા માટેનો પોકાર પાડ્યો.

આ પણ ખાસ વાંચો:

માતાપિતાને ઘેર જુનાગઢના ભાવી રાજા સાથે મોટા થવાનું જેને સદભાગ્ય સાંપડ્યું એ જાહલ, આજે ભાઈ-બહેનના અમર પ્રેમની ગાથા ઉખેડવી છે અને કેવી રીતે રાજાએ દુશ્મનના હાથમાંથી પોતાની વહાલી બેનડીને છોડાવી. કાઠિયાવાડમાં કારમો દુકાળ પડે છે. જાહલ પોતાના પતિ સાથે સ્થળાંતર કરીને સિંધ પ્રાંત તરફ જાય છે.

સિંધનો સૂબો હમીર સૂમરો એકવાર જાહલને જોઈ જાય છે. એના રૂપ પર મોહી પડે છે અને તેને તાબે થવાનો આદેશ કરે છે. લાચાર જાહલ ૩ મહિનાનો સમય માંગી લઈને તરત પોતાના ભાઈ રા’નવઘણ પર ચિઠ્ઠી લખી પતિને જૂનાગઢ દોડાવે છે. રાજકાજમાં ડૂબેલ નવઘણને બહેન ક્યાં છે એનો ખ્યાલ નથી. લાંબા રઝળપાટને અંતે તે જૂનાગઢ રાજમહેલમાં પહોંચી કાગળ રા’નવઘણને વંચાવે છે. કાઠિયાવાડનાં ઇતિહાસમાં આ કાગળ “જાહલની ચિઠ્ઠી” તરીકે પ્રખ્યાત છે.

પછીની વાત ટૂકાણમાં જોઈએ તો બહેનનાં કાગળથી રા’નું હૈયું ભીંજાય છે. તે ફોજને સાબદી કરી સિંધ પર ચડાઈ કરે છે. જૂનાગઢથી સિધ (હાલ પાકિસ્તાનમાં) તરફ જમીનમાર્ગે કૂચ કરવામાં ઘણો જ સમય લાગે તેમ છે કારણકે વચ્ચે દરિયો છે. કાંઠે-કાંઠે ચાલીને સિંધ સુધી પહોંચે ત્યાં સુધી બહેન જાહલને મળેલ અવધિનો સમય ચૂકી જવાય તેમ છે. આ વખતે માતાજીની કૃપાથી આખી સેનાને દરિયો મારગ આપે છે અને સમયસર સિંધ પહોંચી રા’નવઘણ બહેન જાહલને છોડાવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments