HomeSportsCricketInd Vs Pak Live Score: પાકિસ્તાને ભારતને જીતવા આપ્યો 242 રનનો ટાર્ગેટ

Ind Vs Pak Live Score: પાકિસ્તાને ભારતને જીતવા આપ્યો 242 રનનો ટાર્ગેટ

Ind Vs Pak Live Score: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચના કારણે દુનિયાભરના ક્રિકેટ રશીકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Ind Vs Pak Live Score: આ મેચમાં પાકિસ્તાન દ્વારા ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરવામાં આવી છે. આ મેચમાં રોહિત શર્મા ભારતીય ટીમનું નેતૃત્વ કરી રહ્યાં છે, જ્યારે સામે પાકિસ્તાની ટીમની કમાન મોહમ્મદ રિઝવાન સંભાળી રહ્યાં છે.

Ind Vs Pak Live Score

Ind Vs Pak Live Score: ભારતીય ઇનિંગ્સની 25 ઓવર પૂરી થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર બે વિકેટે 126 રન છે. હવે ભારતને જીતવા માટે 150 બોલમાં 116 રન બનાવવા પડશે. વિરાટ કોહલી 60 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 46 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે શ્રેયસ ઐયર 23 બોલમાં 1 ફોર સાથે 11 રન બનાવીને રમતમાં છે.

Ind Vs Pak Live Score: 23 ઓવર પછી, ટીમ ઈન્ડિયાનો સ્કોર બે વિકેટે 123 રન છે. વિરાટ કોહલી 53 બોલમાં 44 રન બનાવીને રમી રહ્યો છે. તેને ત્રણ ચોગ્ગા ફટકાર્યા છે. શ્રેયસ ઐય્યર 18 બોલમાં 1 ફોર સાથે 10 રન બનાવીને રમી રહ્યો છે. ભારતને જીતવા માટે હવે 119 રન બનાવવા પડશે.

Ind Vs Pak Live Score: 12 ઓવર પછી ભારતનો સ્કોર એક વિકેટે 70 રન છે. આ ઓવરમાં અબરાર અહેમદે 3 રન બનાવ્યા. શુભમન ગિલ 42 બોલમાં 7 ચોગ્ગાની મદદથી 36 રન બનાવીને રમી રહ્યો છે. વિરાટ કોહલી 15 બોલમાં 11 રન બનાવીને રમી રહ્યો છે.

Ind Vs Pak Live Score: ભારતે પેહલી વિકેટ ગુમાવી રોહિત શર્મા આઉટ, શાહીન શાહ આફ્રિદીએ રોહિત શર્મા ને કર્યો બોલ્ડ. રોહિત શર્માએ 15 બોલમાં 20 રન બનાયા. હાલ ભારત 48 રન બનાયા છે.

પાકિસ્તાને આપ્યો 242 રનનો ટાર્ગેટ, પાકિસ્તાન 49.4 ઓવરમાં 241 રન બનાવી શક્યું. હર્ષિત રાણાએ પણ વિકેટ નું ખાતું ખોલ્યું.

કુલીદીપ યાદવે આપ્યો ફરી જટકો, નશીમ શાહને પણ કર્યો આઉટ, વિરાટ કોહલી દ્વારા કેચ કરવામાં આવ્યો. 48 ઓવર માં પાકિસ્તાનનો સ્કોર 8 વિકેટ ખોઈને 228 રન બનાવ્યા. કુલદીપ યાદવે આ મેચમાં ત્રણ વિકેટ ઝડપી છે.

કુલદીપ યાદવ દ્વારા એક જ ઓવરમાં બે વિકેટ લઈને પાકિસ્તાનની કમર તોડી, કુલદીપ દ્વારા પેહલા સલમાન અલીને આઉટ કર્યો જેનો કેચ રવીન્દ્ર જાડેજા દ્વારા કરવામાં આવ્યો, અને ત્યારબાદ ક્રીઝ પર આવેલ સાહીન આફ્રિદીને પેહલા જ બોલ પર LBW આઉટ કર્યો. કમનસીબે તે હેટ્રિક લઇ શક્યો નહિ.

અગાઉ હાર્દિક પંડ્યાની બોલિંગમાં હર્ષિત રાણાએ રિઝવાનનો કેચ પાડ્યો હતો. જો કે ત્યાર પછી અક્ષર પટેલે તેને બોલ્ડ કર્યો હતો. ત્યાર પછી અક્ષર પટેલની બોલિંગમાં જ સઉદ શકીલનો કેચ કુલદીપ યાદવે છોડ્યો હતો. બાદમાં હાર્દિક પંડ્યા ફરી બોલિંગમાં આવતાં અક્ષરે તેનો કેચ ઝડપ્યો હતો. આમ આ મેચમાં અવારનવાર ગુજરાતીઓએ ટીમ ઈન્ડિયાને બચાવી હતી અને સેટ થઈ ગયેલા પાકિસ્તાનીઓને મેદાનની બહાર મોકલી દીધા હતા.

આ પણ ખાસ વાંચો:

રિઝવાનનો કેચ છૂટયા બાદ તરત પછીની ઓવરમાં જ અક્ષર પટેલે તેને બોલ્ડ કર્યો હતો અને શકીલ સાથેની તેની આગળ વધતી ભાગીદારીને અટકાવી દીધી હતી. ભારત માટે આ વિકેટ ખૂબ જરૂરી હતી. ખરા સમયે ટીમને વિકેટ મળી હતી જેના કારણે ભારત પરથી દબાણ ઓછું થયું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments