IND Vs NZ Live Score: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચ આજે દુબઈ ખાતે ભારત Vs ન્યુઝીલેન્ડ વચ્ચે મુકાબલો ચાલી રહ્યો છે.
IND Vs NZ Live Score: Champions Trophy 2025 – ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી, ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી. ભારતીય ટીમના ઓપનીંગ બેસ્ટમેન સસ્તામાં આઉટ થઇ ગયા હતા. ત્યારબાદ વિરાટ કોહલી પણ સસ્તામાં આઉટ થયો.
IND Vs NZ Live Score
- ન્યુઝીલેન્ડનો સ્કોર 45.03 ઓવરમાં 205 રન
- ભારતીય ટીમે 9 વિકેટ ગુમાવીને 249 રન બનાવ્યા છે
- વિરાટ કોહલી 11 રન બનાવીને મેટ હેનરીના બોલ પર કેચ આઉટ થયો
- રોહિત શર્મા 15 રન બનાવીને જેમીશનના બોલ પર કેચ આઉટ થયો
- શુભમન ગીલ માત્ર બે રન બનાવીને મેટ હેનરીના બોલ પર LBW આઉટ થયો
- ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી
IND Vs NZ Live Score: ભારતીય બોલિંગ આક્રમણ સામે ન્યુઝીલેન્ડના બેસ્ટમેન સ્ટ્રગલ કરતા દેખાયા, ખાસ કરીને ભારતીય સ્પિનરે કમાલ કરી બતાવી છે.
ભારતીય ટીમ તરફથી સૌથી વધુ વિકેટ વરુણ ચક્રવતી એ લીધી, તેને 10 ઓવરમાં 42 રન આપીને 5 વિકેટ લીધી. ત્યારબાદ કુલદીપ યાદવે પણ 56 રન આપીને 2 વિકેટ મેળવી હતી. અને હાર્દિક પંડયાએ 4 ઓવરમાં 22 રન આપીને 1 વિકેટ લીધી હતી. અક્ષર પટેલ અને રવીન્દ્ર જાડેજા પણ એક – એક વિકેટ લેવામાં સફળ રહ્યા હતા.
IND Vs NZ Live Score: વરુણ ચક્રવતીએ અપાવી ભારતીય ટીમને મળી બીજી સફળતા, વિલ યંગ 22 રન બનાવીને આઉટ થયો.
IND Vs NZ Live Score: હાર્દિક પંડ્યાએ ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. તેણે રચિન રવિન્દ્રને પેવેલિયનમાં મોકલ્યો હતો. કિવી ઓપનરે 12 બોલમાં 6 રનની ઇનિંગ રમી હતી. અક્ષર પટેલે રચિનનો શાનદાર કેચ લીધો હતો.
IND Vs NZ Live Score: હાલમાં અક્ષર પટેલ અને શ્રેયસ ઐયર ક્રીઝ પર રમતમાં છે. વિરાટ કોહલી આજે તેના ODI (વન ડે) કરિયરની 300 મી મેચ રમશે. આ સિદ્ધિ હાસલ કરનારો ભારતનો સાતમો ક્રિકેટર બનશે. ભારતીય ટીમ દ્વારા આજે ટીમની અંદર એક ફેરફાર કર્યો છે, આજે ટીમમાં વરુણ ચક્રવતીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ભારતીય ટીમે 9 વિકેટ ગુમાવીને 249 રન બનાવ્યા છે. આવી સ્થિતિમાં ન્યુઝીલેન્ડને જીતવા માટે 250 રનની જરૂર છે.
આ પણ ખાસ વાંચો:
- Naisha Trailer: બોલીવુડની પહેલી AI ફિલ્મ ‘નૈશા’નું ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું
- All The Best Pandya Teaser: મલ્હાર ઠાકરની ગુજરાતી ફિલ્મ ઓલ ધ બેસ્ટ પંડયા ટીઝર લોન્ચ કરવામાં આવ્યુ
ભારતીય ટીમ
રોહિત શર્મા (C), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (w), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી.
ન્યુઝીલેન્ડ ટીમ
વિલ યંગ, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન, ડેરીલ મિશેલ, ટોમ લાથમ (w), ગ્લેન ફિલિપ્સ, માઇકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (C), મેટ હેનરી, કાયલ જેમિસન, વિલિયમ ઓરર્કે.