HomeSportsCricketIND Vs NZ Live Score: જાડેજાએ અપાવી ભારતને ચોથી સફળતા, લેથમ 14...

IND Vs NZ Live Score: જાડેજાએ અપાવી ભારતને ચોથી સફળતા, લેથમ 14 રન બનાવીને આઉટ

IND Vs NZ Live Score: આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઈનલ મેચ દુબઈ ખાતે રમાશે. ભારતીય સમય અનુસાર 02:30 વાગ્યે મેચ શરુ થશે.

IND Vs NZ Live Score: ભારતીય ટીમે સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલીયાને હરાવીને ફાઈનલમાં પ્રેવેશ કર્યો છે, જયારે ન્યુઝીલેન્ડે સેમીફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને ફાઈનલમાં પહોચી છે. ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની એક પણ મેચ હાર્યું નથી, જયારે ન્યુઝીલેન્ડ ગ્રુપ સ્ટેજની મેચમાં ભારત સામે હારી ગયું હતું. જેથી ભારતીય ટીમનો આત્મવિશ્વાસ મજબુત છે.

IND Vs NZ Live Score – ભારત Vs ન્યુઝીલેન્ડ લાઇવ સ્કોર

  • જાડેજાએ અપાવી ભારતને ચોથી સફળતા, લેથમ 14 રન બનાવીને આઉટ
  • કુલદીપ યાદવે અપાવી ભારતને ત્રીજી સફળતા, વિલિયમસન આઉટ
  • કુલદીપ યાદવે અપાવી ભારતને બીજી સફળતા, રચીન રવીન્દ્ર આઉટ
  • વરુણ ચક્રવતીએ અપાવી ભારતને પહેલી સફળતા
  • ન્યુઝીલેન્ડે ટોસ જીતી પ્રથમ બેટિંગ પસંદ કરી
  • ભારતીય સમય અનુસાર 02:30 વાગ્યે મેચ શરુ થશે

IND Vs NZ Live Score: જાડેજાએ અપાવી ભારતને ચોથી સફળતા, લેથમ 14 રન બનાવીને આઉટ, જાડેજાએ ટોમ લેથમને LBW આઉટ કર્યો. ન્યુઝીલેન્ડનો સ્કોર 25 ઓવરમાં 114 રન પર ચાર વિકેટ

IND Vs NZ Live Score: કુલદીપ યાદવે અપાવી ભારતને ત્રીજી સફળતા, વિલિયમસન આઉટ, કુલદીપ યાદવે તેની બીજી ઓવરમાં કેન વિલિયમ્સને કેચ આઉટ કર્યો. કેન વિલિયમ્સન 11 રન બનાવીને આઉટ. ન્યુઝીલેન્ડનો સ્કોર 76 રન પર ત્રણ વિકેટ.

IND Vs NZ Live Score: કુલદીપ યાદવે અપાવી ભારતને બીજી સફળતા, રચીન રવીન્દ્ર આઉટ, કુલદીપ યાદવે તેની પહેલી જ ઓવરમાં પહેલા બોલ પર રચીન રવીન્દ્રને બોલ્ડ કર્યો. રચીન રવીન્દ્ર 29 બોલમાં 37 રન બનાવીને આઉટ થયો. ન્યુઝીલેન્ડનો સ્કોર 10.3 ઓવરમાં 71 રન પર બે વિકેટ.

IND Vs NZ Live Score: ન્યુઝીલેન્ડને લાગ્યો પહેલો ઝટકો, 57 રન પર ગુમાવી પહેલી વિકેટ, વરુણ ચક્રવતીએ અપાવી ભારતને પહેલી સફળતા, વિલ યંગ 15 રન બનાવીને આઉટ

આમ જોવા જઈએ તો ન્યુઝીલેન્ડ ટીમ પડકારરૂપ બની શકે છે. આઈસીસી ટુર્નામેન્ટમાં ન્યુઝીલેન્ડે ભારત સામે 10 મેચ માંથી 6 જીત મેળવી છે. એટલે આજે ભારતને આ પડકારનો સામનો કરવો પડશે. જો ભારત આજે ન્યુઝીલેન્ડ ટીમને હરાવવામાં સફળ થશે તો આ મોટી જીત હશે કારણકે ભારતની 37 વર્ષની રાહ પૂરી થશે.

કારણકે ભારત ન્યુઝીલેન્ડ સામે રમાયેલી 3 ટાઈટલની મેચમાં ભારતને હાર મળી છે. જેમાં 2000 ની ચેમ્પિયન્સ ટ્રોફી, 2005 ની વીડિયોકોન ત્રિકોણીય સીરીઝ ફાઈનલ અને 2021 વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ સામેલ છે.

આ પણ ખાસ વાંચો:

ભારતીય સંભવિત ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ/વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી.

ન્યુઝીલેન્ડ સંભવિત ટીમ: વિલ યંગ, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન, ડેરિલ મિશેલ, ટોમ લાથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), મેટ હેનરી, કાયલ જેમીસન, વિલિયમ ઓ’રોર્ક.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments