Lakhpati Didi Yojana: લખપતિ દીદી યોજના ભારત સરકાર દ્વારા મહિલાઓના સશક્તિકરણના ઉદેશ્યથી 15 ઓગસ્ટ 2023 થી લખપતિ દીદી યોજનાની શરૂઆત કરવામાં આવી હતી.
Lakhpati Didi Yojana: લખપતિ દીદી યોજનાનો મુખ્ય ઉદેશ્ય મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા અને ઉદ્યોગ સાહસિકતા દ્વારા સશક્તિકરણ કરવાનો છે. નવસારી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન સખી બહેનોની મહેનત અને સમર્પણને સન્માન નિમિત્તે રાષ્ટ્રીયકક્ષાનો લખપતિ દીદી સન્માન સમારોહ યોજાનાર છે.
Lakhpati Didi Yojana
- લખપતિ દીદી યોજના હેઠળ સરકાર મહિલાઓને નવો વ્યવસાય શરૂ કરવા માટે 5 લાખ રૂપિયા સુધીની લોન આપે છે.
- લખપતિ દીદી યોજના હેઠળ તાલીમ પણ આપે છે.
- 15 ઓગસ્ટ 2023 થી લખપતિ દીદી યોજનાની શરૂઆત કરવામાં આવી હતી.
લખપતિ દીદી યોજનાના ફાયદાઓ ક્યા છે?
1. યોગ્યતા ધરાવતી મહિલાઓને રૂ.૫ લાખ સુધીની લોનમાં ૭% સુધી વ્યાજ સહાય આપવામાં આવે છે
2. આ લોનનો ઉપયોગ સ્વરોજગાર શરૂ કરવા, વ્યવસાયને વિસ્તારવા અથવા કૌશલ્ય વિકાસ માટે કરી શકાય છે
3. મહિલાઓને રોજગારીની તકો વધારવા માટે વિવિધ ક્ષેત્રોમાં મફત તાલીમ આપવામાં આવે છે.
ભારત સરકાર હાલ “લખપતિ દીદી” યોજના જેવી પહેલને સક્રિયપણે પોતાનું સંપૂર્ણ સમર્થન આપી રહી છે. આ પહેલમાં તમામ સરકારી વિભાગો/મંત્રાલયો, ખાનગી ક્ષેત્ર અને નાણાંકીય સંસ્થાઓમાં યોગ્ય રીતે સંકલન કરી જુદા જુદા પ્રકારની આજીવિકા પ્રવૃત્તિઓની સુવિધા પુરી પાડવા માઇક્રો પ્લાનિંગ કરી, તેના પર અમલીકરણ થાય તે મુજબનું આયોજન, અમલીકરણ અને દેખરેખ કરવામાં આવી રહેલ છે.
આ પણ ખાસ વાંચો:
લખપતિ દીદી યોજના માટે કઈ યોગ્યતા હોવી જરૂરી છે?
1. લખપતિ દીદી યોજના માટે માત્ર મહિલા જ અરજી કરી શકે છે.
2. અરજદાર મહિલા રાજ્યની સબંધિત રાજ્યની કાયમી રહેવાસી હોવી જરૂરી છે.
3. લખપતિ દીદી યોજના માટે મહિલાએ સ્વ-સહાય જૂથ (SHG) નો ભાગ બનવું જરૂરી છે.
4. લખપતિ દીદી યોજના માત્ર પરિવારની વાર્ષિક આવક રૂપિયા 3 લાખથી ઓછી હોય તેવી મહિલાઓ માટે છે.
5. લખપતિ દીદી યોજનામાં અરજી કરનાર મહિલાના પરિવારમાં કોઈપણ સભ્ય સરકારી નોકરીમાં ન હોવો જોઈએ.
નવસારી અને વલસાડ-ડાંગ સંસદીય મતવિસ્તારમાં દક્ષિણ ગુજરાતના 3 આદિજાતી જિલ્લાઓ દ્વારા નાણાંકીય વર્ષ: 2024-25માં 82 હજારથી વધુ SHG સભ્યોને/મહિલાઓને લખપતિ દીદી બનાવવાની પ્રયત્નશીલ રહ્યા છે.
લખપતિ દીદી યોજના માટે ક્યા ડોક્યુમેન્ટ જરૂર પડશે?
1. આધાર કાર્ડ
2. પાન કાર્ડ
3. આવકનું પ્રમાણપત્ર
4. રહેઠાણનું પ્રમાણપત્ર
5. બેંક ખાતા નંબર
6. ઈમેઈલ આઈડી
7. પાસપોર્ટ સાઈઝ ફોટો
8. મોબાઈલ નંબર
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત નવસારી જિલ્લામાં 11,532 સ્વસહાય જૂથોની રચના કરી 1,16,183 પરિવારોને જોડવામાં આવ્યાં છે. 477 ગ્રામસંગઠન અને 24 કલસ્ટર લેવલ ફેડરેશનની રચના કરવામાં આવી છે.10,169 સ્વસહાય જૂથોને રીવોલ્વીંગ ફંડ પેટે રૂ. 999.13 લાખ, 314 ગ્રામ સંગઠનને 2644.50/- લાખ કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ અને આ વર્ષે 11523 સ્વસહાય જૂથોને બેંક લોન પેટે રૂ।.519.00 લાખ આપવામાં આવ્યા છે.
લખપતિ દીદી યોજના માટે અરજી કઈ રીતે કરવી?
લખપતિ દીદી યોજના માટે નજીકના આંગણવાડી કેન્દ્ર પર જઈને માહિતી તેમજ અરજી ફોર્મ મેળવી શકશો.