Hanuman Jayanti 2025: ચૈત્ર મહિનો આવે એટલે પહેલો સવાલ એ આવે છે કે આ વર્ષે હનુમાન જયંતી ક્યારે છે અને તેના શુભ મુહુર્ત અને પૂજા વિધિ ક્યારે છે.
Hanuman Jayanti 2025: જો તમે 2025માં હનુમાન જયંતી ક્યારે છે તો તમને જણાવી દઈએ કે હનુમાનજીનો જન્મ ચૈત્ર મહિનાની પૂર્ણિમાના પવિત્ર દિવસે થયો હતો, તેથી દર વર્ષે આ તિથિએ હનુમાન જન્મોત્સવ અથવા હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે.
Hanuman Jayanti 2025
Hanuman Jayanti 2025: હનુમાન જયંતીના દિવસે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. આ દિવસ હનુમાનજીની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે અને આ દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે, મંદિરમાં ખાસ પૂજાની સાથે ભોજન સમારંભ અને બટુક ભોજનનું પણ આયોજન કરવામાં આવે છે.
Hanuman Jayanti 2025: હનુમાન જયંતી 2025 ક્યારે છે?
હિન્દુ કેલેન્ડર મુજબ ચૈત્ર સુદ પૂનમ તિથિ 12 એપ્રિલ 2025ના રોજ સવારે 03:21 વાગ્યે શરૂ થશે અને 13 એપ્રિલ 2025ના રોજ સવારે 05:51 વાગ્યે સમાપ્ત થશે. શાસ્ત્રો અનુસાર, ઉદયાતિથિના આધારે હનુમાન જયંતિ 12 એપ્રિલ 2025ના રોજ ઉજવવામાં આવશે.
હનુમાન જયંતિ દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, બજરંગબલીનો જન્મ ચૈત્ર પૂર્ણિમાના દિવસે માતા અંજની અને વાનર રાજા રાજા કેસરીને ત્યાં થયો હતો. આ દિવસને હનુમાન જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે.
હનુમાન જયંતીના દિવસે, દેશભરના હનુમાન મંદિરોમાં વિશેષ પ્રાર્થના અને પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત વિવિધ સ્થળોએ ભવ્ય ભોજન સમારંભોનું પણ આયોજન કરવામાં આવે છે. હનુમાન જયંતીના દિવસે મારુતિ નંદનની પૂજા કરવાથી ભક્તોના બધા દુ:ખ અને મુશ્કેલીઓ દૂર થાય છે અને તેમની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. તો ચાલો જાણીએ હનુમાન જયંતીની સાચી તારીખ અને પૂજા સમય વિશે.
આ પણ ખાસ વાંચો:
- Amarnath Yatra 2025 Date: અમરનાથ યાત્રા તારીખ જાહેર, જાણીલો તમામ માહિતી
- કેદારનાથ ધામ: કેદારનાથ ધામના કપાટ 2 મેથી ખુલશે
હનુમાન જયંતીના દિવસે, મંદિરમાં જાઓ અને હનુમાનજીને સિંદૂર, ચમેલીનું તેલ અને ચણાના લોટના લાડુ ચઢાવો. આમ કરવાથી બજરંગબલીના વિશેષ આશીર્વાદ મળે છે. હનુમાન જયંતીના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવો પણ શુભ માનવામાં આવે છે. આ સાથે, આ દિવસે રામાયણ, બજરંગ બાણ અને સુંદરકાંડનો પાઠ કરવો પણ ફાયદાકારક માનવામાં આવે છે. હનુમાન જયંતીના દિવસે ભગવાન રામ અને માતા સીતાની પણ પૂજા કરો. રામજીની પૂજા વિના બજરંગબલીની પૂજા અધૂરી માનવામાં આવે છે.