જ્ઞાનપ્રકાશ સ્વામી વાયરલ વિડીયો: જ્ઞાનપ્રકાશ સ્વામીનો વધુ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ કઈ રહ્યા છે કે મહાભારત એક દંત કથા, હું નથી માનતો કે મહાભારત જેવુ યુદ્ધ થયું હોય.
જ્ઞાનપ્રકાશ સ્વામી વાયરલ વિડીયો: Gyanprakash Swami Controversy – જ્ઞાનપ્રકાશ સ્વામીનો વધુ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેઓ આ વખતે મહાભારત વિષે કઈ રહ્યા છે. આમ જોવા જઈએ તો વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામી દિવસે ને દિવસે વિવાદોની વણજાર ઉભી કરતા જાય છે.
જ્ઞાનપ્રકાશ સ્વામી હું નથી માનતો કે મહાભારત જેવુ યુદ્ધ થયું હોય
આ પેહલા પણ જ્ઞાનપ્રકાશ સ્વામી જલારામ બાપા પર વિવાદિત નિવેદન આપી ચુક્યા છે, હજી એ શાંત થયું નથી ત્યાં ફરીથી તેમનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં આ વખતે તેઓ મહાભારત પર બફાટ કરી રહ્યા છે. જેમાં આપણે સાંભળી શકીએ છીએ કે હું નથી માનતો કે મહાભારત જેવુ યુદ્ધ થયું હોય એવું મારા માન્યામાં આવતું નથી, હું નથી માનતો કે મહાભારત જેવુ યુદ્ધ થયું હોય. હા મહાભારત એક દંત કથા, કથા અથવા તો પ્રસંગ હોય શકે અથવા તો કોઈ લેખકે લખેલી હોય.
આ પણ ખાસ વાંચો:
- Amarnath Yatra 2025 Date: અમરનાથ યાત્રા તારીખ જાહેર, જાણીલો તમામ માહિતી
- કેદારનાથ ધામ: કેદારનાથ ધામના કપાટ 2 મેથી ખુલશે
Gyanprakash Swami Viral Video: જ્ઞાનપ્રકાશ સ્વામીના આવા નિવેદનોથી હિન્દુઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. આ પેહલા તેમને જલારામ બાબા પર વિવાદિત ટિપ્પણી કરી હતી કે, વીરપુરમાં સ્વામી ગુણાતિનંદ સ્વામીના આશીર્વાદના કારણે અન્નક્ષેત્ર અને સદાવ્રત ચાલી રહ્યું છે. જેના લીધે વીરપુર બે દિવસ સજ્જડ બંધનું એલન કર્યું હતું, ત્યારબાદ વિવાદ વકરતા વિડીયો શેર કરીને માફી માંગી હતી.
હવે આ વાઈરલ વીડિયોને લઈને સનાતનીઓમાં ભારે રોષ ફેલાયો છે. વ્યાસપીઠ પરથી સ્વામી આવી અજ્ઞાનની વાતો કરી રહ્યાં છે, જેના કારણે અસંખ્યા હિન્દુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.