Gujarat Weather Updates: હાલ ગુજરાતની અંદર બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે, હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ ગુજરાતમાં બેવડી ઋતુ અનુભવી શકાશે.
Gujarat Weather Updates: આજે વહેલી સવારથી રાજ્યવાસીઓને ગરમીમાંથી રાહત મળે તેવી આગાહી કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના કારણે ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી શકે છે. પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તરની થઈ હોવાથી ઠંડા પવન ફુંકાયા છે.
Gujarat Weather Updates – ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી
ખરેખર આ બેવડી ઋતુના કારણે રોગચાળાનું પ્રમાણ વધ્યું છે, જેમાં સૌથી વધુ શરદી અને ઉધરસ થી લોકો પરેશાન થઇ ચુક્યા છે, આવું એટલા માટે પણ બની શકે છે કે ઋતુઓના બદલવાથી કારણકે હાલ શિયાળો પૂરો થયો છે અને હવે ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે, પરંતુ બે ત્રણ દિવસ ગરમીનો પારો રહ્યો અને ત્યારબાદ તાપમાન ઘટી ગયું જેના લીધે આ વસ્તુ જોવા મળી રહી છે.
આ પણ ખાસ વાંચો:
- Women’s Day 2025 Wishes: મહિલા દિવસ શુભેચ્છા મોકલીને પરિવારની મહિલાનો આભાર વ્યક્ત કરો
- Holi 2025: હોળી ક્યારે છે? 14 કે 15 માર્ચ, જાણો સાચી તારીખ
હવામાન વિભાગ અનુસાર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં 30 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આજે અમદાવાદ, આણંદ, અરવલ્લી, છોટાઉદેપુર, ખેડા, મોરબી, મહેસાણા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ વલસાડ,કચ્છ, ગીરસોમનાથ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ભાવનગર સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. બીજી તરફ જામનગરમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.
બીજી તરફ આજે અમદાવાદ, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, પોરબંદર, વલસાડ સહિતના જિલ્લાઓમાં 22 ડિગ્રી ન્યૂતમ તાપમાન રહે તેવી શક્યતા છે. અમરેલી, ભરૂચ, દેવભૂમિ દ્વારકા, જામનગર, નર્મદા, નવસારી, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 21 ડિગ્રી ન્યૂતમ તાપમાન રહે તેવી શક્યતા છે.