Gujarat Weather Today: હવે ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ પૂરો થવા જઈ રહ્યો છે. ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રારંભ, જાણો ક્યાં જીલ્લામાં કેટલું તાપમાન રહેશે.
Gujarat Weather Today: ગુજરાતની અંદર હવે મોસમનો મિજાજ બદલતો જોવા મળી રહ્યો છે. હવે ગરમીનો પારો ધીમે ધીમે ચડતો જોવા મળી રહ્યો છે. હોળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ગુજરાત રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.
Gujarat Weather Today: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રારંભ
- ગુજરાત રાજ્યના 8 જિલ્લાઓમાં તાપમાનનો પારો 38 ડીગ્રીને પાર
- આગામી 5 દિવસોમાં 3 થી 5 ડીગ્રી તાપમાન વધવાની શક્યતા છે
- હવામાન વિભાગ દ્વારા કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી આપી છે
ગુજરાત રાજ્યના 8 જીલ્લમાં તાપમાનનો પારો 38 ડીગ્રીને પાર થઇ ગયો છે, જેમાં રાજકોટ જીલ્લામાં સૌથી વધુ તાપમાન 39.3 ડીગ્રી નોધાયું હતું. ગુજરાતમાં હવે ગરમીનો રાઉન્ડ શરુ થશે. આગામી 5 દિવસોમાં 3 થી 5 ડીગ્રી તાપમાન વધવાની શક્યતા છે. તો 9 થી 11 માર્ચ દરમિયાન દરિયા કાંઠે ગરમ, ભેજવાળા પાવન ફુંકાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આમ જોવા જઈએ તો ગુજરાતમાં હવે પ્રથમ હીટવેવની શરૂઆત થઇ ગઈ છે.
આ પણ ખાસ વાંચો:
જો હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો અમદાવાદમાં 38.2 ડીગ્રી, ગાંધીનગરમાં 38.4 ડીગ્રી, સુરેન્દ્રનગરમાં 39 ડીગ્રી, કેશોદમાં 38.8 ડીગ્રી, અમરેલીમાં 38.8 ડીગ્રી, ભુજમાં 38.7 ડીગ્રી, ડીસામાં 38.4 ડીગ્રી, વડોદરામાં 37.6 ડીગ્રી, સુરતમાં 37.2 ડીગ્રી અને નલિયામાં 35.2 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગ દ્વારા કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી આપી છે.
જેમાં કચ્છ અને રાજકોટમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે, આગામી 10 અને 11 તારીખે કચ્છ, બનાસકાંઠા, રાજકોટ, અમરેલી, ભાવનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, હવે ગુજરાત રાજ્યમાં તાપમાનનો પારો ઉંચકાતા અકળામણની સ્થિતિ જોવા મળશે એવું લાગી રહ્યું છે.
ગુજરાત રાજ્યની અંદર હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવે આગામી સમયમાં દિવસ અને રાતના તાપમાનમાં વધારો થવાનું પૂર્વાનુમાન હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યુ છે.
એન્ટિસાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરથી હવે ગરમ પવન ફૂંકાવાના શરૂ થશે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, આવનારા સાત દિવસ દરમિયાન ગુજરાતમાં વાવાવરણ સૂકું રહેશે. મહત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રીનો વધારો થવાનું અનુમાન છે.