Gujarat Local Body Election Result Live: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ટૂંક સમયમાં મત ગણતરી પ્રક્રિયા હાથ ધરવાની શરૂઆત થઇ ચૂકી છે. દેવભૂમિ દ્વારકાની સલાયાના વોર્ડ-1માં આમ આદમી પાર્ટીની પેનલનો વિજય થયો છે.
Gujarat Local Body Election Result Live: જસદણ નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં ભાજપના ચાર ઉમેદવારની જીત થઈ છે. કાજલબેન પ્રવીણભાઈ ધોળકિયા, જલ્પા દુર્ગેશભાઈ કુબાવત, બીજલભાઇ પોલાભાઈ ભેંસજાળીયા અને વિરમભાઈ સુરાભાઈ મેવાડાની ભાજપમાંથી જીત થઈ છે. જસદણ નગરપાલિકાનું 8 બેઠકનું પરિણામ જાહેર તેમાં કોંગ્રેસની બે બેઠક પર અને ભાજપની 6 + 2 બેઠક બિનહરીફ બેઠક પર જીત થઈ છે. જસદણ નગરપાલિકાની 28 બેઠકમાંથી ભાજપ આઠ બેઠક પર આગળ રહ્યું છે.
Gujarat Local Body Election Result Live
જૂનાગઢમાં ભાજપનો મોટો ઝટકો
ગિરિશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચા હાર્યો. આ સાથે જૂનાગઢ મહાનગરપાલિકાની એક બેઠક અપક્ષના ખાતામાં જતી રહી છે.
બોરિયાવી નગરપાલિકાના વોર્ડ નંબર 1 ભાજપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવારને જીત મળી હતી.
આંકલાવ નગરપાલિકા વોર્ડ નંબર 1 માં ભાજપના 1 અને અપક્ષના 3 ઉમેદવારો જીત્યાં છે.
આ પણ ખાસ વાંચો:
છોટાઉદેપુર ન.પા.વોર્ડ નંબર 1 માં 1 કોંગ્રેસ અને 3 અપક્ષ ઉમેદવારોની જીત થઈ છે.
ધરમપુર વોર્ડ નંબર 1માં ચારેય અપક્ષ ઉમેદવારની પેનલ જીતી
ધરમપુરમાં ભાજપ અને કોંગ્રેસને પછાડી વોર્ડ નંબર 1 માં અપક્ષના ઉમેદવારોએ શાનદાર વિજય પ્રાપ્ત કર્યો છે.
જૂનાગઢ મહા.ન.પા.ના વોર્ડ નંબર 13 માં ભાજપ વિજયી
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 13 માં પણ ભાજપની પેનલ જીતી જતાં ભાજપનો કુલ આંકડો હવે 20 પર પહોંચી ગયો છે.
ગાંધીનગરમાં રૂપાલ તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસનો વિજય
તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસે ખાતું ખોલતાં ગાંધીનગરના રુપાલમાં વિજયી શરૂઆત કરી છે. અહીં કોંગ્રેસની પેનલ જીતી ગઈ છે. જ્યારે ગાંધીનગરમાં તાલુકા પંચાયતની બે બેઠક પર ભાજપ જીત્યો છે. રાયપુર તાલુકા પંચાયતની બેઠક ભાજપ જીતી ગયો છે.
માણસા ભાજપને ખાતુ ખોલાવ્યુ છે
માણસા ભાજપને ખાતુ ખોલાવ્યુ છે. માણસા નગરપાલિકાની વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય થયો છે. આ સાથે જ માણસામાં જીતનો જશ્ન શરૂ થઇ ચૂક્યો છે.