GSRTC Live Tracking: GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઇલ એપ્લિકેશન દ્વારા મુસાફરો માટે બસનું લાઈવ ટ્રેકિંગ બન્યું વધુ સરળ. GSRTC Live Tracking: ગુજરાતના 7.5 લાખ જેટલા મુસાફરો કરી રહ્યા છે GSRTC Live Tracking મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ.
GSRTC Live Tracking: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ની યાદીમાં જણાવાયું છે કે, ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા ‘GSRTC Live Tracking Mobile Application’ મારફતે મુસાફરોને બસનું લાઈવ ટ્રેકિંગ કરવું વધુ સરળ બન્યું છે, આજે ગુજરાતની 8 હજારથી વધુ બસોમાં લાઈવ ટ્રેકિંગ સિસ્ટમ કાર્યરત છે, જેનો ગુજરાતના 7.5 લાખ કરતા વધુ મુસાફરો ઉપયોગ કરી રહ્યા છે.
GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઈલ એપ્લિકેશનમાં મુસાફરો બસ નંબર અથવા PNR No. ની મદદથી બસનું લાઈવ લોકેશન જોઈ શકે છે. એપ્લિકેશનમાં મુસાફરે બેસવા અને ઉતારવાની વિગતો ભરી તે રૂટ પર સંચાલિત તમામ બસોનું લાઈવ લોકેશન મેળવી શકે છે.
આ પણ ખાસ વાંચો:
- કરૂણા અભિયાન 2025: રાજ્યમાં 10 થી 20 જાન્યુઆરી કરુણા અભિયાન 2025 હાથ ધરાશે
- આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025: સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025 નો પ્રારંભ
- 8th pay Commission: આઠમું પગાર પંચ મંજૂર, જાણો ક્યારથી લાગુ થશે
- Stallion India IPO GMP: સ્ટેલિયન ઇન્ડીયા IPO માં કમાણીના સારા સંકેત, જાણો તેના વિષે તમામ માહિતી
મહિલા અને વયોવૃદ્ધ મુસાફર એકલા મુસાફરી કરતા હોય તેવા સમયે ઘરના સભ્યો દ્વારા બસનું લાઈવ લોકેશન ટ્રેક કરી બસનો પહોંચવાનો સમય જાણી શકે છે. આ એપ્લિકેશન મારફતે મુસાફરો બસનું લાઈવ લોકેશન જાણી બસ સ્ટેશન પર પહોચવાનું યોગ્ય આયોજન કરી પોતાના સમયની બચત પણ કરી શકે છે.
GSRTC Live Tracking
બસોમાં મુસાફરી કરતા મુસાફરોને બસનું લાઈવ લોકેશન મળી રહે તેમજ પરિવહન વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે, GSRTC દ્વારા GSRTC Live Tracking Android અને iOS મોબાઇલ એપ્લિકેશન મુસાફરોની સેવામાં કાર્યરત છે, જેમાં 7019 લાખ મુસાફરો GSRTC Live Android Application તેમજ 41 હજારથી વધુ મુસાફરો દ્વારા GSRTC Live iOS Applicationનો ઉપયોગ કરી રહ્યા છે, તેમ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની યાદીમાં વધુમાં જણાવાયું છે.