HomeBusinessGrok 3: એલન મસ્કની જાહેરાત પૃથ્વીનું સૌથી સ્માર્ટ AI Grok 3 થોડા...

Grok 3: એલન મસ્કની જાહેરાત પૃથ્વીનું સૌથી સ્માર્ટ AI Grok 3 થોડા કલાકોમાં જ લોન્ચ થશે

Grok 3: ટેસ્લા કંપનીના માલિક એલન મસ્ક દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. તેમને જણાવ્યું કે પૃથ્વીનું સૌથી સ્માર્ટ AI Grok 3 થોડા કલાકોમાં જ લોન્ચ કરવામાં આવશે. આ જાહેરાત તેમને x પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું.

Grok 3: હાલ પુરા વિશ્વમાં AI ટેકનોલોજીની હોડ લાગેલી છે, અને સમયાંતરે AI લોન્ચ પણ થઇ રહ્યા છે. હવે એમાં એક નવું નામ ઉમેરાવા જઈ રહ્યું છે જેનું નામ AI Grok 3 છે. હજી થોડા સમય પેહલા જ ચીનની એક કંપની દ્વારા DeepSeek AI લોન્ચ કરવામાં આવ્યું હતું. જેને અમેરિકાની દિગ્ગજ કંપનીઓના શેરોમાં કડાકો બોલાવ્યો હતો.

આ પેહલા પણ એલોન મસ્કે ટ્વિટરને ખરીદીને X નામ આપ્યું છે અને હવે XAI એટલે કે ગ્રોક 3 ને ઇલોન મસ્ક લોન્ચ કરવા માટે તૈયાર છે. ગ્રોક 3 એ ઇલોન મસ્કની કંપનીનું અત્યાર સુધીનું સૌથી પાવરફુલ અને લેટેસ્ટ AI મોડલ છે. આ AIને લાઇવ ડેમોની સાથે લોન્ચ કરવામાં આવશે. તેમ જ એને અત્યાર સુધીનું દુનિયાનું સૌથી સ્માર્ટ AI તરીકે ઇલોન મસ્ક જણાવે છે.

AI Grok 3

હજી થોડા દિવસ પેહલા જ વિશ્વના સૌથી ધનિક લોકોમાંના એક એલોન મસ્કે ChatGPT નિર્માતા OpenAI ને ખરીદવાની ઓફર કરી હતી અને તે પછી OpenAI ના CEO સેમ ઓલ્ટમેને આ ઓફરને નકારી કાઢી હતી, આ સાથે જ ઓનલાઈન પ્લેટફોર્મ પર તેમનો સંઘર્ષ શરૂ થયો હતો. હવે એલોન મસ્ક તેમના નવીનતમ AI સંસ્કરણ Grok 3 નું અનાવરણ કરવા જઈ રહ્યા છે, જેના વિશે માહિતી ડેમો દ્વારા આપવામાં આવશે.

આ પણ ખાસ વાંચો:

એલોન મસ્કની પોસ્ટ મુજબ, ગ્રોક 3 સોમવારે રાત્રે 8 વાગ્યે યુએસ સમય પ્રમાણે ડેમો સાથે રિલીઝ થશે. ભારતીય સમય મુજબ, આ લોન્ચ મંગળવારે સવારે 9:30 વાગ્યે થશે..

હાલના દિવસોમાં જોઈએ તો AI ક્ષેત્રમાં ખુબજ સ્પર્ધા જોવા મળી રહી છે. વિશ્વના બધા જ દેશો આ ટેકનોલોજીમાં નવા AI ટુલ માર્કેટમાં મૂકી રહ્યા છે. જેમાં હવે Elon Musk પણ પાછળ રેહવા માંગતા નથી. કેહવામાં આવી રહ્યું છે કે ગ્રોક 3 ખૂબ જ સેન્સિબલ જવાબ આપવાની સાથે ખોટી માહિતી પોતાની રીતે ચેક કરીને ડિલીટ કરશે. આ ફીચર અત્યાર સુધી અન્ય AIમાં જોવા મળ્યું નથી. તેમ જ ઇલોન મસ્કનું કહેવું છે કે આ સ્કેરી સ્માર્ટ AI છે એથી તે દુનિયાનું ખૂબ જ સ્માર્ટ AI પણ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments