GPSSB Recruitment 2025: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે 1251 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.
GPSSB Recruitment 2025: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ-૩ સંવર્ગની નીચે પત્રકમાં દર્શાવેલ ખાલી જગ્યા પર સીધી ભરતીથી “ફકત દિવ્યાંગ ઉમેદવારો” પસંદ કરવા માટે તા.15.04.2025 થી તા.15.05.2025 દરમ્યાન ઓનલાઇન અરજી પત્રકો મંગાવવામાં આવે છે. આ માટે દિવ્યાંગ ઉમેદવારે https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર નિયત સમયગાળા દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહેશે.
સંબંધિત સંવર્ગોની સીધી ભરતીની જગ્યા માટેની વિગતવાર જાહેરાત જેમાં વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત, ઓનલાઇન અરજી કરવાની રીત તથા દિવ્યાંગતાની કેટેગરીવાઇઝ ભરવાપાત્ર જગ્યાઓ તેમજ અન્ય વિગતવાર જોગવાઇઓ/માહિતી/સુચના/શરતો દર્શાવતી વિગતવાર જાહેરાત માટે મંડળની કચેરીના નોટીસ બોર્ડ, મંડળની વેબસાઇટ https://gpssb.gujarat.gov.in તથા ઓજસની વેબસાઇટ https://ojas.gujarat.gov.in જોવા જણાવવામાં આવે છે. જેની સર્વે દિવ્યાંગ ઉમેદવારોએ નોંધ લેવી.
GPSSB Recruitment 2025 – ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ભરતી 2025
સંસ્થા | ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) |
પોસ્ટ | વિવિધ |
જગ્યા | 1251 |
ભરતી પ્રકાર | દિવ્યાંગ ઉમેદવારો માટે |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 15.05.2025 |
ક્યાં અરજી કરવી | https://ojas.gujarat.gov.in |
પોસ્ટ વિગત
જહેરાત ક્રમાંક | પોસ્ટનું નામ | કુલ જગ્યા |
---|---|---|
1/2025-26 | લેબોરેટરી ટેકનીશ્યન | 43 |
2/2025-26 | સ્ટાફ નર્સ | 36 |
3/2025-26 | વિસ્તરણ અધિકારી (ખેતી) | 12 |
4/2025-26 | પશુધન નિરીક્ષક | 23 |
5/2025-26 | આંકડા મદદનીશ | 18 |
6/2025-26 | જુનિયર ફાર્માસિસ્ટ | 43 |
7/2025-26 | વિસ્તરણ અધિકારી (સહકાર) (ગ્રેડ 2) | 08 |
8/2025-26 | સંશોધન મદદનીશ | 05 |
9/2025-26 | મુખ્ય સેવિકા | 20 |
10/2025-26 | ગ્રામ સેવક | 112 |
11/2025-26 | ફીમેલ હેલ્થ વર્કર | 324 |
12/2025-26 | મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર | 202 |
13/2025-26 | જુનિયર ક્લાર્ક (વહીવટ / હિસાબ) | 102 |
14/2025-26 | ગ્રામ પંચાયત મંત્રી | 238 |
15/2025-26 | અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) | 48 |
16/2025-26 | નાયબ ચીટનીશ | 17 |
ટોટલ જગ્યા | 1251 |
આ પણ ખાસ વાંચો:
- વિદ્યાસહાયક ભરતી 2025: દિવ્યાંગ ઉમેદવારો માટે 4184 જગ્યા પર વિદ્યાસહાયક ભરતી 2025 જાહેર
- ISRO Recruitment 2025: ઈસરો એપ્રેન્ટીસ ભરતી 2025 જાહેર, 21 એપ્રિલ સુધી અરજી કરી શકાશે
- GSSSB Recruitment 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2025 જાહેર
- શિક્ષક ભરતી 2025: સુરત મહાનગરપાલિકાની વિવિધ શાળાઓમાં શિક્ષક ભરતી 2025 જાહેર
ખાસ નોંઘ: અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, નોકરીની પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે સત્તાવાર જાહેરાત વાંચો.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ભરતી 2025 માટે અરજી કઈ રીતે કરવી?
લાયક અને રસ ધરાવતા અરજદારો/ઉમેદવારોએ ફક્ત સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મેટમાં જ “ઓનલાઇન અરજી” કરવાની રહેશે.
ઓફિશ્યલ નોટીફીકેશન અહીંથી વાંચો
અરજી કરવા માટેની ઓફિશ્યલ વેબસાઈટ
ઓફિશ્યલ વેબસાઈટ
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ભરતી 2025 માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
તા.15.04.2025 થી તા.15.05.2025 દરમ્યાન ઓનલાઇન અરજી પત્રકો મંગાવવામાં આવે છે.