FIFA World Cup 2026: ફીફા વર્લ્ડ કપ 2026 માટે હાલ ક્વોલીફાયર મેચ રમાઈ રહી છે. જેમાં આર્જેન્ટીના ફીફા વર્લ્ડ કપ 2026 માટે સીધુ ક્વોલીફાય થયુ છે.
FIFA World Cup 2026: મંગળવારે એટલે કે 25 માર્ચના રોજ ફીફા વર્લ્ડ કપ 2026 માટે ક્વોલીફાયર મેચ રમાઈ હતી, જેમાં બોલિવિયા અને ઉરુગ્વેની ટીમ વચ્ચે મુકાબલો થયો હતો. આ મેચની સીધી અસર દક્ષીણ અમેરિકન ટીમ આર્જેન્ટીનાને થઇ હતી. આર્જેન્ટીના 13 મેચો પછી 28 પોઈન્ટ્સ સાથે આગળ હતી.
બોલિવિયા (Bolivia) અને ઉરુગ્વે (Uruguay) ની ટીમ વચ્ચે મુકાબલો થયો હતો જે ડ્રો થતા જ આર્જેન્ટીના (Argentina) ફીફા વર્લ્ડ કપ 2026 માટે સીધુ ક્વોલીફાય થયુ. હવે લિયોનેલ સ્કેલોનીની ટીમ તેમના આગામી ક્વોલિફાયરમાં બ્રાઝિલ (Brazil)નો સામનો કરશે. આ મેચ મંગળવારે બ્યુનોસ એરેસના એસ્ટાડિયો મોન્યુમેન્ટલમાં રમાશે. આ મેચ પહેલા જ આર્જેન્ટિનાએ વર્લ્ડ કપમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.
FIFA World Cup 2026: આર્જેન્ટીના ફીફા વર્લ્ડ કપ 2026 માટે સીધુ ક્વોલીફાય થયુ
જો ઉરુગ્વે આ મેચ હારી ગયું હોત, તો આર્જેન્ટિનાને બ્રાઝિલ સામે ઓછામાં ઓછા એક પોઈન્ટની જરૂર હોત. જોકે, બોલિવિયા અને ઉરુગ્વે વચ્ચે ગોલ રહિત ડ્રો થતાં આર્જેન્ટિના માટે રસ્તો સરળ બન્યો.
આ પણ ખાસ વાંચો:
અગાઉના ક્વોલિફાયરમાં ઉરુગ્વે સામે 1-0થી જીત મેળવ્યા બાદ આર્જેન્ટિના ઓછામાં ઓછા ઈન્ટર-કન્ફેડરેશન પ્લેઓફમાં સ્થાન મેળવવાની સ્થિતિમાં હતું. આ ડ્રો પછી, બોલિવિયા 14 મેચમાં 14 પોઈન્ટ સાથે ક્વોલિફાઇંગ ટેબલમાં સાતમા સ્થાને છે.