HomeBusinessDollar Vs Rupee: ડોલર સામે રૂપિયાએ 87 નું લેવલ ગુમાવ્યું

Dollar Vs Rupee: ડોલર સામે રૂપિયાએ 87 નું લેવલ ગુમાવ્યું

Dollar Vs Rupee: ડોનાલ્ડ ટ્રમ્પનું ટેરીફ વોર ભારત પર ભારે પડી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. આજે ડોલર સામે રૂપિયાએ 87 નું લેવલ ગુમાવ્યું. હજી કેટલો ગગડશે રૂપિયો?

Dollar Vs Rupee: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્રેડ વોરની દહેશતથી ડોલર સામે રૂપિયો 55 પૈસા ગગડી 87નું લેવલ ગુમાવ્યું, શું આ એક મોંઘવારી વધવાના સંકેત છે? હાલ તો આ ટ્રેડ વોર ભારત પર ભારે પડી રહ્યું હોય એવું લાગી રહ્યું છે.

અમેરિકાનું સત્તા પદ સાંભળ્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિવિધ દેશો સાથે ટ્રેડ વોર શરુ કરી દીધુ છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે ચુંટણી સમયે મુદ્દાઓ ઉઠવામાં આવ્યા હતા એ પ્રમાણે અમેરિકા ફર્સ્ટ એ દિશામાં પગલા ભરતા ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પોતાનો ‘ટ્રમ્પ કાર્ડ’ ચલાવ્યો હોય એવું લાગી રહ્યું છે. મેક્સિકો અને કેનેડા પર 25% અને ચીન પર 10% ટેરિફ લગાવીને તેમણે એક ટ્રેડ વોરશરુ કરી દીધુ છે. આ ટ્રેડ વોરની વ્યાપક અસર ભારતના અર્થતંત્ર પર અને તેની કરન્સી પર પણ જોવા મળી રહી છે.

Dollar Vs Rupee: ડોલર સામે રૂપિયાએ 87 નું લેવલ ગુમાવ્યું

રૂપિયો 87 લેવલ પર ખુલ્યો હતો અને ઈન્ટ્રા-ડે 87.29 બોલાયો હતો. કામકાજને અંતે 55 પૈસા ગગડી 87.16 પર બંધ રહ્યો હતો. ટ્રમ્પના સત્તામાં આવ્યા બાદ રૂપિયામાં આટલો મોટો ઘટાડો થવો એ કોઈ નવી વાત નથી. જો આપણે આંકડાની માહિતી પર એક નજર કરીએ તો આ ઘટાડો ઓક્ટોબરની શરૂઆતથી અત્યાર સુધીમાં ડોલર સામે રૂપિયામાં 4%નો ઘટાડો જોવા મળી ચૂક્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે આગામી બે મહિનામાં રૂપિયામાં વધુ ઘટાડો જોવા મળી શકે છે અને આંકડો 90ના સ્તરને પાર કરી શકે છે, આ એક અનુમાન છે.

આ પણ ખાસ વાંચો:

આમ જોવા જઈએ તો ટ્રમ્પ પહેલાથી જ બ્રિક્સ દેશોને ચેતવણી આપી ચૂક્યા છે કે, જો બ્રિક્સ દેશો નવી કરન્સી પર વિચાર કરશે, તો તેમણે પણ મોટા ટેરિફ વધારા માટે તૈયાર રહેવું પડશે. હવે જ્યારે મેક્સિકો, કેનેડા અને ચીન પર ટેરિફ લગાવવામાં આવી ચૂક્યો છે ત્યારે તેમની આ ધમકી માત્ર ધમકી પૂરતી જ મર્યાદિત નથી રહી. બજારમાં એવું સેન્ટીમેન્ટ બની ચૂક્યું છે કે, ભારત પર પણ ટેરિફ લગાવવામાં આવી શકે છે. જેના કારણે રૂપિયો અને શેરમાર્કેટમાં ભય જોવા મળી રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments