HomeBusinessહીરા ઉદ્યોગ મંદી: હીરા ઉદ્યોગ આગેવાનોએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ રજૂઆત કરી

હીરા ઉદ્યોગ મંદી: હીરા ઉદ્યોગ આગેવાનોએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ રજૂઆત કરી

હીરા ઉદ્યોગ મંદી: હીરા ઉદ્યોગમાં હાલ છેલ્લા 50 વર્ષના ઇતિહાસમાં ગુજરાતના હીરા ઉદ્યોગમાં સૌથી લાંબી મંદી જોવા મળી રહી છે.

હીરા ઉદ્યોગ મંદી: હીરા ઉદ્યોગના આગેવાનો દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ રત્ન કલાકારોને લગતી વિવિધ સમસ્યાઓની રજૂઆત કરવામાં આવી છે. હીરા ઉદ્યોગ લાંબા સમયથી મંદીમાં ચાલી રહ્યો છે.

હીરા ઉદ્યોગ મંદી

  • હીરા ઉદ્યોગના આગેવાનો દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ રજૂઆત
  • હીરા ઉદ્યોગમાં મંદીના લીધે રત્ન કલાકારોની સ્થિતિ કફોડી બની
  • છેલ્લાં 50 વર્ષના ઈતિહાસમાં ડાયમંડ ઉદ્યોગમાં સૌથી લાંબી મંદી છે
  • આગામી દિવસોમાં રત્ન કલાકરો માટે એક્શન પ્લાન ઘડવામાં આવશે

હીરા ઉદ્યોગમાં મંદીના લીધે દિવસે ને દિવસે રત્નકલાકારોની સ્થિતિ કફોડી બનતી જાય છે, જેના લીધે તેમના દૈનિક જીવન જરૂરિયાતની વસ્તુ ખરીદવામાં પણ ફાંફા પડી રહ્યા છે. આ દરમિયાન ગુજરાતના વિવિધ શહેરના ડાયમંડ એસોસિએશનના હોદેદારોની મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ સાથે બેઠક મળી હતી. જેમાં મુખ્યમંત્રીશ્રી દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમે રત્નકલાકારોની મદદ કરવા માટે તત્પર છીએ. અમે આગામી દિવસોમાં કોઈ ચોક્કસ પ્લાન બનાવીશું.

અહી તમને ખાસ એ વાત પણ જણાવી દઈએ કે વિશ્વમાં 10 ડાયમંડનું કટ એન્ડ પોલીશ્ડ થાય છે તેમાંથી 9 ડાયમંડ સુરતમાં બને છે. આ ઉપરાંત સૌરાષ્ટ્, ઉત્તર ગુજરાત અને અમદાવાદ સહિતના શહેરોમાં પણ ડાયમંડ કટ અને પોલીશ્ડનું મોટા પ્રમાણમાં કામ થાય છે. પરંતુ છેલ્લા અઢી વર્ષથી ચાલતી મંદીના કારણે રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ ખુબજ નબળી પડી છે. જેને લઈને આ રત્ન કલાકારો માટે સરકાર દ્વારા કોઈ યોગ્ય પગલા લેવામાં આવે તેવી રજૂઆત ડાયમંડ ઉદ્યોગના આગેવાનો દ્વારા કરવામાં આવી હતી.

આ પણ ખાસ વાંચો:

મંગળવારના રોજ રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયા, ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટિટ્યુટના ચેરમેન દિનેશ નાવડિયા, વિસનગર ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઈશ્વર પ્રજાપતિ, અમદાવાદ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ નરસિંહ કાનાણી, જુનાગઢ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ વિજય પટેલ, ભાવનગર ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામ ગોરસિયા, અમદાવાદ એસોસિએશનના પ્રમુખ જયસુખ કોલડિયાની ગુજરાતના સી.એમ. ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજી હતી. જેમાં ડાયમંડ ઉદ્યોગના આગેવાનો દ્વારા રત્નકલાકારોને લગતી વિવિધ સમસ્યાઓની રજૂઆત કરી હતી.

ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટિટ્યુટના ચેરેમન દિનેશ નાવડિયાએ કહ્યું હતું કે, ગુજરાતના અલગ-અલગ ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારોની સી.એમ. ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે બેઠક મળી હતી. સી.એમ. દ્વારા સારો રિસ્પોન્સ આપવામાં આવ્યો હતો. સી.એમ.એ કહ્યું હતું કે, રત્ન કલકારો માટે સરકારે મદદ કરવી જોઈએ, અમે તે માટે પ્રયાસ કરી રહ્યાં છીએ. અમે અમારા વિભાગને સૂચના આપી દિધી છે અને આગામી 2 દિવસમાં રત્ન કલાકરો માટે એક્શન પ્લાન ઘડવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments