Dhandhuka: પચ્છમ ગામની હોસ્ટેલનો રેગિંગનો વીડિયો થયો વાયરલ. વાઇરલ વીડિયો બાદ પીડિત વિદ્યાર્થીના પરિવારજનો પોલીસ સ્ટેશન પહોંચ્યા.
Dhandhuka: ધંધુકા તાલુકાના પચ્છમ ગામમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સંચાલિત સરસ્વતી કુમાર છાત્રાલયમાં ચોકાવનારો કિસ્સો સામે આવી રહ્યો છે. હાલમાં પચ્છમ ગામની હોસ્ટેલનો રેગિંગનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
Dhandhuka: ધંધુકા તાલુકાના પચ્છમ ગામની હોસ્ટેલનો રેગિંગ વિડીયો વાયરલ
- ધંધુકા તાલુકાના પચ્છમ ગામની હોસ્ટેલનો રેગિંગનો વીડિયો થયો વાયરલ
- સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સંચાલિત સરસ્વતી કુમાર છાત્રાલય
અમદવાદ જીલ્લાના ધંધુકા તાલુકાના પચ્છમ ગામની હોસ્ટેલ હાલ ચર્ચાનો વિષય બની રહ્યો છે. પચ્છમ ગામની શાળામાં શિક્ષણ જગત માટે એક કલંકરૂપ ઘટના સામે આવી રહી છે. પચ્છમ ગામની સરકારી છાત્રાલયમાં સગીર વિદ્યાર્થી સાથે સહ વિદ્યાર્થીઓ દ્વારા દુષ્કૃત્ય આચરવામાં આવતું હોવાનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.
આ પણ ખાસ વાંચો:
- Holi 2025: હોળી ક્યારે છે? 14 કે 15 માર્ચ, જાણો સાચી તારીખ
- Kedarnath Ropeway: સોનપ્રયાગથી કેદારનાથ રોપ વે પ્રોજેક્ટને મંજુરી મળી
મળતી માહિતી અનુસાર ધંધુકાના પચ્છમ ગામની છાત્રાલયનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં હોસ્ટેલના વિધાર્થીઓ અન્ય વિધાર્થી સાથે અભદ્ર હરકતો કરતા જોવા મળી રહ્યા છે.
આ ઘટનાને લઇને જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર મામલે જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર મામ્લે ફરિયાદની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.