CSK Vs MI: આજે IPL 2025 ની ત્રીજી મેચ CSK Vs MI વચ્ચે ચેન્નાઈ ખાતે રમાશે, પરંતુ આજે ચેન્નાઈ Vs મુંબઈ મેચમાં વરસાદ વિલન બની શકે છે.
CSK Vs MI: હવામાન વિભાગની આગાહીએ આજે ક્રિકેટ રસિકોની ચિંતા વધારી દીધી છે, કારણકે આજે ચેન્નાઈ ખાતે ચેન્નાઈ સુપરકિંગ (CSK) અને મુંબઈ ઇન્ડિયન્સ (MI) વચ્ચે મેચ રમાવાની છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે ચેન્નાઈમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વ્યકત કરી છે. જો વધુ વરસાદ પડે તો મેચ રદ પણ થઇ શકે છે. આ એક અનુમાન છે.
CSK Vs MI:IPL 2025 ચેન્નાઈ Vs મુંબઈ મેચ પર આજે વરસાદનું સંકટ
આજે રવિવાર હોવાથી IPL 2025 ડબલ હેડર મેચ છે, જેમાં પ્રથમ મેચ સનરાઈઝ હેદરાબાદ (SRH) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે રમાશે. અને બીજી મેચ ચેન્નાઈ સુપરકિંગ (CSK) અને મુંબઈ ઇન્ડિયન્સ (MI) વચ્ચે મેચ રમાવાની છે. બંન્ને ટીમ વચ્ચે આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ ચેપોક સ્ટેડિયમમાં મેચ રમાશે.
હવામાન વિભાગની આગાહી મુજબ જો વરસાદ આવશે, તો મેચને અસર થઈ શકે છે. વરસાદ પડશે તો મેચ અટકાવવી પડી શકે છે અથવા ઓવરની સંખ્યા ઓછી થઈ શકે છે. આવી સ્થિતિમાં બંને ટીમે જુદી જુદી રણનીતિ સાથે મેદાનમાં ઉતરી શકે છે.
ચાહકો મુંબઈ અને ચેન્નાઈની મેચ જોવા આતુર હોય છે. પરંતુ આ મોટી મેચ પહેલા ક્રિકેટ ચાહકો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આ લીગની સૌથી સફળ ટીમ છે. બંન્ને ટીમે 5-5 વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે.
આ પણ ખાસ વાંચો:
ચેન્નાઈ સુપર કિંગ્સના ઘરઆંગણે મુંબઈ ઈન્ડિયન્સનો દબદબો રહ્યો છે. એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે કુલ 8 મેચ રમાઈ છે. જેમાં મુંબઈએ 5 મેચ જીતી છે અને CSK ટીમ ફક્ત 3 મેચ જીતી શકી છે. આ ઉપરાંત, બંને ટીમો IPLમાં કુલ 37 વખત એકબીજા સામે ટકરાઈ છે. જેમાંથી 20 મેચ મુંબઈ ટીમે અને 17 મેચ ચેન્નાઈ ટીમે જીતી છે.