HomeGujaratAhmedabadColdplay Ahmedabad Live Streaming: ઘેર બેઠા માણી શકશો કોલ્ડપ્લે કોન્સર્ટ લાઇવ

Coldplay Ahmedabad Live Streaming: ઘેર બેઠા માણી શકશો કોલ્ડપ્લે કોન્સર્ટ લાઇવ

Coldplay Ahmedabad Live Streaming: ‘કોલ્ડપ્લે’ના કોન્સર્ટની ટિકિટ ના મળી હોય તો હવે ચિંતા ના કરશો, ઘર બેઠા માણી શકશો કોલ્ડપ્લે કોન્સર્ટ લાઇવ ડીઝની હોટસ્ટાર પર.

Coldplay Ahmedabad Live Streaming: હાલ ગુજરાતની જનતા પર કોલ્ડપ્લે કોન્સર્ટનો ખુમાર ચડેલો જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે અમદાવાદમાં 25 અને 26 મી જાન્યુઆરીના રોજ યોજાનાર કોલ્ડપ્લે કોન્સર્ટ નું લાઈવ સ્ટ્રીમિંગ ડિઝની+ હોટસ્ટાર પર થશે.

Coldplay Ahmedabad Live Streaming On Disney+Hotstar

અમદાવાદમાં બ્રિટિશ મ્યુઝિક બેન્ડ કોલ્ડપ્લેનું લાઈવ કોન્સર્ટ થવા જઈ રહ્યું છે. આ દરમિયાન ડિઝની+ હોટસ્ટાર દ્વારા શુક્રવારે મોટી જાહેરાત કરવામાં આવી છે. ડિઝની+ હોટસ્ટાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર તેઓ કોલ્ડપ્લે નું કોન્સર્ટ તેમની ચેનલ પર લાઈવ ચલાવશે. તો કોલ્ડપ્લે બેન્ડના ચાહકો કે જે કોન્સર્ટમાં જઈ શકતા નથી તેઓ ઘરે બેસીને પણ આ કોન્સર્ટ માણી શકો છો.

કોલ્ડપ્લે કોન્સર્ટ અમદાવાદમાં કઈ જગ્યાએ યોજાવાનો છે?

બ્રિટિશ મ્યુઝિક બેન્ડ કોલ્ડપ્લે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 અને 26 મી જાન્યુઆરીના રોજ યોજવા જઈ રહ્યો છે.

કોલ્ડપ્લે કોન્સર્ટ કેટલા વાગ્યે શરુ થશે?

BookMyShow દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, ગેટ બપોરે 2 વાગ્યે ખુલશે અને 7:45 વાગ્યે બંધ થશે. બોક્સ ઓફિસ સાંજે 7:00 વાગ્યે બંધ થશે.

શોન, એલિયાના અને જસલીન રોયલ દ્વારા 5:15 વાગ્યે શરૂ થનારા ઓપનિંગ એક્ટ્સ પછી, કોલ્ડપ્લે 7:45 વાગ્યે સ્ટેજ પર આવશે. ઓપનિંગ એક્ટ્સ વચ્ચે 15 મિનિટનો ગેપ હોઈ શકે છે.

કોલ્ડપ્લે કોન્સર્ટ લાઇવ કઈ રીતે જોઈ શકાશે?

કોલ્ડપ્લે કોન્સર્ટ નું લાઈવ સ્ટ્રીમિંગ ડિઝની+ હોટસ્ટાર પર થશે.

બ્રિટિશ મ્યુઝિક બેન્ડ કોલ્ડપ્લે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 અને 26 મી જાન્યુઆરીના રોજ આ ગ્લોબલ ફેમસ મ્યુઝિક બેન્ડ તેમના ગીતો અને સંગીતથી ચાહકોને ખુશ કરવા માટે તૈયાર છે.

આ પણ ખાસ વાંચો:

આ માટે સિંગર અને પિયાનિસ્ટ ક્રિસ માર્ટિન અમદાવાદ આવ્યા છે અને ITC નર્મદા હોટેલમાં રોકાયા છે. આ ઉપરાંત ગિટારિસ્ટ જોની બકલેન્ડ, બાસિસ્ટ ગાય બેરીમેન, ડ્રમર અને પર્ક્યુશનિસ્ટ વિલ ચેમ્પિયન અને મેનેજર ફિલ હાર્વે પર્ફોમરો આજે બપોરે અમદાવાદ આવીને સીધા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments