Coldplay Ahmedabad: આજથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી 25 અને 26 જાન્યુઆરીના રોજ યોજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટ માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો તૈયાર કરવામાં આવ્યો.
Coldplay Ahmedabad: અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં કોલ્ડપ્લેનો લાઇવ કોન્સર્ટ યોજાવા જઈ રહ્યો છે. 25 અને 26 જાન્યુઆરીએ અમદાવાદમાં યોજાનાર કોન્સર્ટમાં દેશભરમાંથી ચાહકો અમદાવાદ આવશે. તે પહેલા કોલ્ડપ્લેની ટીમ અમદાવાદ આવી પહોંચી છે.
બ્રિટિશ રોકબેન્ડ ‘કોલ્ડપ્લે’એ વિશ્વભરના લોકોને ઘેલું લગાડ્યું છે. હવે અમદાવાદ પણ કોલ્ડપ્લેના રંગમાં રંગાઇ ગયું છે. 25-26 જાન્યુઆરી એમ આગામી બે દિવસ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કોલ્ડપ્લેની કોન્સર્ટ યોજાશે. આ કોન્સર્ટને માણવા માટે દેશ-વિદેશના ચાહકોનું અમદાવાદમાં આગમન શરૂ થઇ ગયું છે.
Coldplay શું છે?
બ્રિટિશ રોકબેન્ડ કોલ્ડપ્લે 1997માં અસ્તિત્વમાં આવેલું. અગાઉ આ બેન્ડ સ્ટારફિશ તરીકે ઓળખાતું હતું. બેન્ડમાં પિયાનિસ્ટ ક્રિસ માર્ટિન, ગિટારિસ્ટ જ્હોની બુકલેન્ડ, બેઝિસ્ટ ગાય બેરીમેન, ડ્રમર વિલ ચેમ્પિયનનો સમાવેશ થાય છે. કોલ્ડપ્લેના મેમ્બર્સ એન્સિયન્ટ વર્લ્ડ સ્ટડીઝ, એસ્ટ્રોનોમી અને મેથેમેટિક્સમાં ડિગ્રી ધરાવે છે. કોલ્ડપ્લેને રેકોર્ડ 30 વખત નોમિનેશન મળ્યું છે અને 9 વખત એવોર્ડ હાંસલ કર્યા છે. 100 મિલિયન કરતાં વઘુ આલ્બમ્સનું વેચાણ થયું છે.
કોલ્ડપ્લે કોન્સર્ટ કઈ તારીખે છે?
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી 25 અને 26 જાન્યુઆરીના રોજ યોજાશે.
Coldplay Ahmedabad
તમને જણાવી દઈએ કે, આ પહેલા કોલ્ડપ્લે એ ભારતમાં 2016 માં મુંબઈ ખાતે ‘ગ્લોબલ સિટીઝન ફેસ્ટિવલ’ અંતર્ગત તેમના કોન્સર્ટનું આયોજન કર્યું હતું.
આ પણ ખાસ વાંચો:
કોલ્ડપ્લે કોન્સર્ટ મુંબઈમાં યોજાયા બાદ 25 અને 26 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં યોજાશે.કોલ્ડપ્લેની ટીમ મુંબઈથી અમદાવાદ આવી પહોંચી છે.કોલ્ડપ્લે કોન્સર્ટમાં ચુસ્ત સુરક્ષા ગોઠવવામાં આવી છે, જેમાં 3800થી વધુ પોલીસ કર્મચારી તૈનાત રહેશે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર શોને OTT પ્લેટફોર્મ પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે 1.25 લાખ પ્રેક્ષકો સ્ટેડિયમ ની અંદરથી જ્યારે અન્ય દર્શકો માટે OTT(ડિઝની+હોટ સ્ટાર) પર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.