HomeRecipeChocolate Day Recipe: ચોકલેટ ડે રેસિપી બનાવીને તમારા પાર્ટનરને આપો સરપ્રાઈઝ

Chocolate Day Recipe: ચોકલેટ ડે રેસિપી બનાવીને તમારા પાર્ટનરને આપો સરપ્રાઈઝ

Chocolate Day Recipe: ચોકલેટ ડે રેસિપી બનાવો એકદમ સરળ રીતે, આ ખાસ સિમ્પલ રેસિપી બનાવીને તમારા પાર્ટનરને આપો સરપ્રાઈઝ.

Chocolate Day Recipe: ચોકલેટ ડે પર બનાવો આ ખાસ સિમ્પલ રેસિપી જેનું નામ છે ચોકલેટ બોલ્સ જે તમે ઘેર આરામથી બનાવીને તમે તમારા પાર્ટનરને આ ચોકલેટ ડે 2025 પર સરપ્રાઈઝ આપી શકો છો. તો ચાલો આપણે જાણી લઈએ કે આ સરળ રેસિપી કઈ રીતે બનાવીશું.

Chocolate Day Recipe: ચોકલેટ ડે રેસિપી

આમ તો ચોકલેટ દરેક ઉમરના વ્યક્તિને ભાવતી હોય છે, એ પછી કોઈ પણ બાળક હોય કે કોઈ મોટી ઉમરની વ્યક્તિ સૌ કોઈને પ્રિય હોય છે. તમને કોઈ એવું ભાગ્યેજ મળશે કે જેમને ચોકલેટ પસંદ નહિ હોય.

ચોકલેટ બોલ્સ રેસિપી સામગ્રી

સૌ પ્રથમ આપણે જાણી લઈએ કે આ ચોકલેટ બોલ્સ રેસિપી માટે કઈ-કઈ સામગ્રીની જરૂર પડશે તેમજ કેટલી માત્રામાં જરૂર પડશે.

  • 1 કપ ગળ્યા બિસ્કીટનો ભૂકો
  • 1 ટેબલ સ્પૂન તાજી મલાઇ
  • 1 ટી સ્પૂન કોફી પાવડર
  • 1 ટેબલ સ્પૂન કોકો પાવડર
  • દૂધ જરૂર પ્રમાણે
  • 2 ટેબલ સ્પૂન સૂકા મેવાનો અધકચરો ભૂકો(કાજુ,બદામ,અખરોટ)
  • આઈસીંગ સુગર

આ પણ ખાસ વાંચો:

ચોકલેટ બોલ્સ રેસિપી બનાવાની રીત

સૌ પ્રથમ તો તમને જે ફલેવરની ચોકલેટ પસંદ હોય તો બિસ્કીટ પસંદ કરીને કટર વડે અથવા તો મીક્ષરની મદદથી એ ગળ્યા બિસ્કીટનો ભૂકો કરો. ત્યારબાદ તેમાં મલાઈ, કોફી પાવડર અને કોકો પાવડર નાખીને બરાબર મિક્ષ કરો. હવે તમે જે કાજુ બદામ અને અખરોટનો ભૂકો કર્યો છે તેને એડ કરો. આ બધું મિક્ષ કર્યા બાદ જરૂર પ્રમાણે દૂધનાખીને સોફ્ટ પરાઠા જેવો લોટ બાંધી લ્યો.

હવે આ બાંધેલા લોટમાંથી નાના ટુકડા કરીને તેને નાના બોલનો આકાર આપી દયો, જે રીતે તમે લાડુ વાળતા હોય એ રીતે. જો તમે બોલ ના બનાવા માંગતા હોવ તો તમે તેને રોલ તરીકે પણ કરી શકો છો. હવે તમે જે આ નાના બોલ તૈયાર કર્યા છે તેને આઇસિંગ સુગર અથવા તો સીલોની કોપરામાં રગદોળો. હવે આ કર્યા બાદ તમે તેના પર વ્હાઈટ ક્રીમ પણ લગાવી શકો છો. તેને વધુ આકર્ષક દેખાવ માટે તમે તેના પર રંગબે રંગી સ્પ્રીન્ક્લ પણ એડ કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments