Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 Viral Video – લાહોરમાં તિરંગો લઇ સ્ટેડિયમ પહોંચેલા ફેન સાથે કરાઇ ગેરવર્તણૂંક, હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
Champions Trophy 2025: લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ભારતીય ધ્વજ લહેરાવવો એક યુવાનને ભારે પડ્યો હતો. આ ઘટના ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ચાલી રહેલી ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ મેચ દરમિયાન બની હતી, જેમાં સુરક્ષા કર્મચારીઓએ એક યુવક સાથે ગેરવર્તણૂક કરી હતી. ભારતીય ધ્વજ લહેરાવ્યા પછી યુવકનો કોલર પકડીને તેને બહાર લઈ જવામાં આવ્યો હતો. બાદમાં પોલીસે તેની ધરપકડ કરી હતી.
Champions Trophy 2025: લાહોરમાં ત્રિરંગો લહેરાવતા યુવકની ધરપકડ કરવામાં આવી
A man got arrested in Lahore Stadium for having Indian Flag 🇮🇳 #INDvsPAK pic.twitter.com/0MVikl2YJr
— Richard Kettleborough (@RichKettle07) February 25, 2025
લાહોરમાં તાજેતરમાં યોજાયેલી મેચ દરમિયાન એક યુવાન ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાવતો જોવા મળ્યો હતો. સુરક્ષા કર્મચારીઓની નજર પડતા જ તેઓ આ યુવકની પાસે પહોંચી ગયા હતા અને તેની પાસેથી ત્રિરંગો લઈ લીધો હતો. એટલું જ નહીં, યુવકનો કોલર પકડીને તેને સ્ટેડિયમની બહાર લઈ જવામાં આવ્યો હતો. બાદમાં પોલીસે તેની ધરપકડ કરી હતી.
આ પણ ખાસ વાંચો:
આ પહેલા પાકિસ્તાનના કરાંચી સ્ટેડિયમના લીધે પણ વિવાદ થયો હતો. કરાચી સ્ટેડિયમમાં એ દરેક દેશના ઝંડા હતા જે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લઈ રહ્યા હોય પણ તેમાં ક્યાંય પણ ભારતનો ઝંડો નજર આવ્યો નહોતો.
આ મામલે સફાઇ આપતા પાકિસ્તાને કહ્યું હતું કે ભારત ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ રમવા માટે પાકિસ્તાન આવવાનું નથી માટે ભારતનો ઝંડો લગાવ્યો નથી. જે ટીમ પાકિસ્તાન આવવાની છે તેમના જ ઝંડા લગવાયા છે. જો કે આ મામલે વિવાદ વધતાં પાછળથી ભારતનો ઝંડો પણ લગાવાયો હતો.