All The Best Pandya Teaser: મલ્હાર ઠાકર અને દર્શન જરીવાલા અભિનીત ગુજરાતી ફિલ્મ ઓલ ધ બેસ્ટ પંડયા ટીઝર લોન્ચ કરવામાં આવ્યુ છે.
All The Best Pandya Teaser: ગુજરાતી ફિલ્મ સ્ટાર મલ્હાર ઠાકર તેમની નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે, આ ફિલ્મ તેમના લગ્ન પછીની પેહલી ફિલ્મ છે. આ પેહલા તે ઘણી હીટ ફિલ્મો આપી ચુક્યા છે. અને આ ફિલ્મ પણ હીટ લીસ્ટમાં ઉમેરાશે તેવું ટીઝર જોઇને લાગી રહ્યું છે.
બાપ અને બેટા વચ્ચે છે Tom & Jerry જેવી Fight, સ્વભાવમાં અલગ પણ બંને છે Right. એક છે East તો એક છે West, તમે જ કહો હવે કોને કહેવું All The Best..!!!
All The Best Pandya Teaser – ઓલ ધ બેસ્ટ પંડયા ટીઝર લોન્ચ કરવામાં આવ્યુ
આ ફિલ્મના કલાકારોની વાત કરીએ તો લીસ્ટ લાંબુ છે મલ્હાર ઠાકર, દર્શન જરીવાલા, વંદના પાઠક, યુક્તિ રાંદેરિયા, વેદિશ ઝાવેરી, સંદીપ પ્રજાપતિ, સ્મિત જોષી, અર્ચન ત્રિવેદી, નિસર્ગ ત્રિવેદી, શાહ કર્તવિયા, પ્રેમ ગઢવી, ફિરોઝ ઈરાની, જિતેન્દ્ર ખુવા, હિરણ્યા ઝીંઝુવાડિયા, પ્રથા લિમ્બાચિયા, કરિશ્મા પાટડિયા, પરમેશ્વર શ્રીશીકર, ઇલેશ શાહ, હિમાંશુ જોષી, કૃણાલ ભટ્ટ, જીગર શાહ, સતીશ ભટ્ટ, શિવાની ભટ્ટ, ધારા શાહ, જીમેશ પટેલ, ભાવેશ જોષી અને અન્ય.
આ ફિલ્મ જીગર ચૌહાણ, જીગર પરમાર અને મલ્હાર ઠાકર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. પેનોરમા સ્ટુડિયોઝ દ્વારા આ ફિલ્મ નેશનવાઈડ રિલીઝ કરવામાં આવવાની છે. આ ફિલ્મ એક કોમીડી ફિલ્મ છે, જેમાં એક બાપ દીકરાની વાર્તા જણાવવામાં આવી છે.
આ પણ ખાસ વાંચો
- Jahal Ni Chitthi: જાહલ ની ચિઠ્ઠી – રા’ નવઘણ પંકજ મિસ્ત્રીનું પદમા બાદ જાહલ ની ચિઠ્ઠી ગુજરાતી ગીત વાયરલ
- Govinda Divorce: શું ગોવિંદા લગ્ન જીવનના 37 વર્ષ બાદ લઇ રહ્યો છે છુટાછેડા?
મલ્હાર ઠાકર આ ફિલ્મમાં અક્ષય પંડ્યાની ભૂમિકામાં છે અને તેમની સાથે દર્શન જરીવાલા (હસમુખ પંડ્યા), વંદના પાઠક (ઈન્દુ) અને યુક્તિ રાંદેરિયા (ભૂમિ) પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળશે.
ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો અક્ષય પંડ્યા (મલ્હાર) અને તેમના પિતા હસમુખ પંડ્યા (દર્શન જરીવાલા) વચ્ચેના સબંધો થોડાં જટિલ હોય છે. તેમના જીવનમાં એક અણધાર્યો વળાંક આવે છે. હસમુખ પંડ્યા કે જેઓ એક સિદ્ધાંતવાદી અને ઈમાનદાર વ્યક્તિ છે, તેમના પર લાંચ લેવાનો આરોપ મુકવામાં આવે છે.
કાયદાકીય રીતે તેમને ન્યાય મળતો નથી. અક્ષય પોતાના પિતાને ન્યાય અપાવવા માટે કોર્ટમાં જાય છે. કોર્ટરૂમમાં લાગણીઓનો સમન્વય દર્શાવતી આ એક સંપૂર્ણ ડ્રામા ફિલ્મ છે.આ ફિલ્મ પિતા-પુત્રના સંબંધોની જટિલતાઓને શોધે છે, સાથે સાથે પ્રામાણિકતા, પરિવાર અને સત્યને પડકારતા કેસને પણ ઉજાગર કરે છે.