Afghanistan Vs Australia: ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં અફઘાનિસ્તાન Vs ઓસ્ટ્રેલીયા વચ્ચેની આ મેચ સેમિ ફાઇનલમાં સ્થાન મેળવવા માટે મહત્વપૂર્ણ છે.
Afghanistan Vs Australia: આજે ચેમ્પિન્સ ટ્રોફી 2025 (Champions Trophy 2025)માં અફઘાનિસ્તાન Vs ઓસ્ટ્રેલીયા વચ્ચે મહત્વનો મુકાબલો ચાલી રહ્યો છે. આજે જે ટીમ મેચ જીતશે તે ચેમ્પિન્સ ટ્રોફી 2025ની સેમીફાઈનલમાં પોતાની જગ્યા પાકી કરશે.
Afghanistan Vs Australia Live Score Updates
- અફઘાનિસ્તાને 41.2 ઓવરમાં 200 રનમાં 7 વિકેટ ગુમાવી
- Sediqullah Atal – સેદિકુલ્લાહ અટલ 85 રન બનાવીને આઉટ
- Hashmatullah Shahidi – હશમતુલ્લાહ શાહિદી 20 રન બનાવીને આઉટ
- Spencer Johnson – સ્પેન્સર જોહન્સને 2 વિકેટ લીધી
- Adam Zampa – એડમ ઝેમ્પાએ પણ 2 વિકેટ લીધી
- Glenn Maxwell – ગ્લેન મેક્સવેલે પણ 1 વિકેટ લીધી
- Nathan Ellis – નાથન એલીસે પણ 1 વિકેટ લીધી
Afghanistan Vs Australia: ચેમ્પિન્સ ટ્રોફી 2025 (Champions Trophy 2025)માં આજની મેચમાં અફઘાનિસ્તાનના કેપ્ટન હઝમતુલ્લાહ શાહીદીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. પણ આ નિર્ણય તેમના માટે ખરાબ સાબિત થયો હતો.
અફઘાનિસ્તાનની ટીમે પ્રથમ ઓવરમાં જ પોતાની વિકેટ ગુમાવી હતી. રહેમાનુલ્લાહ ગુરબાઝ (Rahmanullah Gurbaz) 5 બોલમાં કોઈ રન બનાવ્યા વગરજ આઉટ થયો હતો. ઇબ્રાહિમ ઝાદરાન (Ibrahim Zadran) ગઈ મેચના હીરો આ વખતે લયમાં દેખાયો હતો પણ પોતાની ઇનિંગ મોટી બનાવી શક્યો ન હતો અને 22 રન પર આઉટ થયો હતો.
આ પણ ખાસ વાંચો:
ત્યારબાદ રમતમાં ઉતરેલ સેદિકુલ્લાહ અટલ (Sediqullah Atal) સારી રમત બતાવી અને પોતાની અડધી સદી પૂર્ણ કરી હતી અને અફઘાનિસ્તાનને મજબુત સ્થિતિમાં લાવી રહ્યો હતો પરંતુ તે 85 રન બનાવીને આઉટ થયો હતો, ત્યારબાદ કોઈ પણ બેસ્ટમેન સારી રમત દાખવી શક્યા ન હતા.
મોહમ્મદ નબી (Mohammad Nabi) પણ એક રન બનાવીને રન આઉટ થયો હતો. ત્યારબાદ ગુલબદ્દીન નાયબ (Gulbadin Naib) પણ નાથન એલીસનો શિકાર બન્યો હતો, તે 12 બોલમાં માત્ર 4 રન બનાવી શક્યો હતો.