ફિક્સ પે: ગુજરાત સરકાર દ્વારા ફિક્સ પે કર્મચારીઓના ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. નાણા વિભાગે ફિક્સ પે ના કર્મચારીના ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી છે.
ફિક્સ પે: ગુજરાત સરકારે આજે ફિક્સ પે કર્મચારીઓને ખુશીઓના સમાચાર આપ્યા છે. આ ખુશીનું કારણ એ છે કે તેમના ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે.
ફિક્સ પે કર્મચારી માટે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
- ફિક્સ પે કર્મચારીઓના ભથ્થામાં વધારો કરવામાં આવ્યો
- 12 કલાક કરતા ઓછા સમય માટે નું ભથ્થું રૂપિયા 120 થી વધારી રૂપિયા 200 કરવામાં આવ્યું
- જ્યારે 12 કલાક થી વધુ ના રોકાણ માટે ભથ્થું રૂપિયા 240 થી વધારી 400 કરવામાં આવ્યું છે
- મુસાફરી ભાડું એસટી અને રેલ્વે પ્રમાણે મળશે
ગુજરાત સરકાર દ્વારા ફિક્સ પે આધારિત કર્મચારીઓને એક મોટો રાહતભર્યો નિર્ણય આપતો પગલું ભરવામાં આવ્યું છે. રાજ્ય સરકારએ તાજેતરમાં જાહેર કરેલા નિર્ણય મુજબ, ફિક્સ પે કર્મચારીઓના વિવિધ ભથ્થાઓમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે.
આ પણ ખાસ વાંચો:
- School Admission Poster In Gujarati: શાળા એડમીશન પોસ્ટર બનાવો માત્ર એક મિનીટમાં
- મોંઘવારીનો વધુ એક માર: ઘરેલું ગેસ સીલીન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો, ગૃહિણીનું બજેટ ખોરવાશે
ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ફિક્સ પે હટાવવાની પહેલ શરુ થયેલ છે, તેનું સૌથી મોટુ કારણ એ છે કે ગુજરાત રાજ્યની અંદર બીજા રાજ્ય કરતા સૌથી ઓછુ પગાર વેતન હતુ. ગુજરાત કરતા બીજા રાજ્યોમાં ફિક્સ પે કર્મચારીઓનું પગાર ધોરણ વધારે હતું.