Manoj Kumar Passes Away: ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારનું 87 વર્ષની વયે નિધન થયું છે. તે દેશભક્તિની ફિલ્મ માટે જાણીતા હતા.
Manoj Kumar Passes Away: હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ફિલ્મ જગતને સૌથી વધુ દેશભક્તિની ફિલ્મ આપનાર મનોજ કુમાર હવે આ દુનિયામાં રહ્યા નથી. તેમને કોકિલા બેન ધીરુભાઈ અંબાણી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વર્ષો સુધી સિનેમા જગત પર રાજ કરનારા મનોજ કુમારનું 87 વર્ષની વયે નિધન થયું છે.
Manoj Kumar Passes Away – મનોજ કુમારનું 87 વર્ષની વયે નિધન
2015 માં તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ ઉપકાર, ક્રાંતિ અને પૂરબ ઓર પશ્ચિમ જેવી દેશ ભક્તિની ફિલ્મો માટે જાણીતા હતા.
બોલિવૂડમાં તેમના યોગદાન માટે તેમને 1992 માં પદ્મશ્રી મળ્યો હતો અને પછીથી 2015 માં પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની દેશભક્તિની ફિલ્મો માટે ‘ભારત કુમાર’ તરીકે ઓળખાતા, તેમણે હરિયાલી ઔર રાસ્તા, વો કૌન થી, હિમાલય કી ગોદ મેં, ક્રાંતિ, દો બદન, પથ્થર કે સનમ જેવી ક્લાસિક ફિલ્મો સાથે પોતાની ઓળખ બનાવી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે સવારે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ મહાન અભિનેતાની જૂની તસવીરો શેર કરી. પ્રધાનમંત્રીએ લખ્યું, “મહાન અભિનેતા અને ફિલ્મ નિર્માતા શ્રી મનોજ કુમારજીના નિધનથી ખૂબ દુઃખ થયું. તેઓ ભારતીય સિનેમાના એક પ્રતિક હતા, જેમને ખાસ કરીને તેમના દેશભક્તિના ઉત્સાહ માટે યાદ કરવામાં આવતા હતા, જે તેમની ફિલ્મોમાં પણ પ્રતિબિંબિત થતો હતો. મનોજજીના કાર્યોએ રાષ્ટ્રીય ગૌરવની ભાવના પ્રજ્વલિત કરી અને પેઢીઓને પ્રેરણા આપતા રહેશે. આ દુઃખની ઘડીમાં મારા વિચારો તેમના પરિવાર અને પ્રશંસકો સાથે છે. “ઓમ શાંતિ.”
આ પણ ખાસ વાંચો:
- Kesari Chapter 2 Trailer: જલિયાવાલા બાગ પર બનેલી ફિલ્મ કેસરી ચેપ્ટર 2 ઓફિશ્યલ ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું
- Panchayat Season 4: ફરીથી ધૂમ મચાવા આવી રહી છે પંચાયત સીઝન 4, જાણો ક્યારથી જોઈ શકશો
- Mithada Maheman Trailer: કોમેડીથી ભરપુર મીઠડા મહેમાન ગુજરાતી ફિલ્મનું ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું
અક્ષય કુમારે મનોજ કુમારનો એક ભૂતકાળનો ફોટો શેર કર્યો અને લખ્યું, “હું તેમની પાસેથી શીખીને મોટો થયો છું કે આપણા દેશ માટે પ્રેમ અને ગર્વ જેવી કોઈ લાગણી નથી. અને જો આપણે કલાકારો આ લાગણી દર્શાવવામાં આગેવાની નહીં લઈએ, તો કોણ લેશે? આટલા સારા વ્યક્તિ, અને આપણા ભાઈચારાની સૌથી મોટી સંપત્તિમાંની એક. મનોજ સાહેબને શ્રદ્ધાંજલિ. ઓમ શાંતિ.