Gujarat Weather Updates: આવતી કાલે કચ્છ-ભાવનગરમાં હીટવેવની ચેતાવણી તેમજ વડોદરા-સુરત સહિત આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા.
Gujarat Weather Updates: ગુજરાતમાં આવતી કાલે 2 એપ્રિલ 2025 માટે હવામાન વિભાગના અંદાજ અનુસાર, રાજ્યના કેટલાક વિસ્તારોમાં મોસમી ફેરફારો જોવા મળી શકે છે. વિશેષ કરીને, કેટલીક જગ્યાઓએ ગરમીનો પ્રભાવ વધુ રહેશે જ્યારે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ થઈ શકે છે.
Gujarat Weather Updates
- સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચમાં માવઠાની શક્યતા છે.
- કચ્છ-ભાવનગરમાં હીટવેવની ચેતવણી
રાજ્યમાં ક્યાંક કમોસમી વરસાદ તો ક્યાંક ગરમીની આગાહી કરવામાં આવી, હવામાન વિભાગ દ્વારા આજે દીવ,પોરબંદર, ગીરસોમનાથમાં હીટવેવનું યલો એલર્ટ આપ્યું. 2 એપ્રિલના રોજ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા વ્યક્ત કરાઈ
Gujarat Weather Updates – ગુજરાતના આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા
આવતીકાલે 2 એપ્રિલ 2025ના રોજ હવામાન વિભાગ દ્વારા કચ્છ અને ભાવનગરમાં હીટવેવની ચેતાવણી આપી છે. આ ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લાના અમુક ભાગોમાં ગાજવીજ સાથે છૂટોછવાયો હળવોથી મધ્યમ કમોસમી વરસાદ થઇ શકે છે. આ જિલ્લાઓમાં 30થી 40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
આ પણ ખાસ વાંચો:
ગરમીથી બચવા પૂરતું પાણી પીવું અને હળવા કપડાં પહેરવા. બિનજરૂરી રીતે ધૂપમાં બહાર ન નીકળવું. ખેતી ક્ષેત્રે જરૂરી તકેદારી રાખવી જેથી પાકને નુકસાન ન થાય.