ડીસામાં આગ: બનાસકાંઠાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 18 શ્રમિકોના મોત, મૃત્યુઆંક વધવાની શક્યતા.
ડીસામાં આગ: મળતી માહિતી મુજબ બનાસકાંઠાના ડીસામાં ફટાકડાની ફેકટરીમાં ભીષણ આગના કારણે 18 શ્રમિકો મૃત્યુ પામ્યા છે. સમગ્ર ઘટનાને લઈને ફાયર વિભાગની ટીમ સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી છે. આ દુર્ઘટનામાં 18 શ્રમિકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.
ડીસામાં આગ: ડીસામાં ફટાકડાની ફેકટરીમાં આગ
- 18 શ્રમિકોના મોત
- મૃત્યુઆંક વધવાની શક્યતા
- ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં આગ
મળતી માહિતી મુજબ, ફેક્ટરીમાં વિસ્ફોટક પદાર્થમાં અચાનક બ્લાસ્ટ થતાં ટૂંક જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. થોડી જ વારમાં આગ આખી ફેક્ટરીમાં ફેલાઈ ગઈ હતી. મજૂરો ફટાકડા બનાવી રહ્યા હતા ત્યારે અચાનક વિસ્ફોટ થયો હતો.
ફેક્ટરીમાં આગ વિકરાળ બનતા નાસભાગ મચી હતી. જ્યારે દુર્ઘટના સમયે ફેક્ટરીમાં અનેક શ્રમિકો હાજર હતાં, ઘાયલ મજૂરોને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા છે.જ્યારે આગના બનાવને લઈને ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી, ડીસા નાયબ કલેકટર નેહાબહેન પંચાલ, ડીસા ડીવાયએસપી સી.એલ. સોલંકી, મામલતદાર વિપુલભાઈ બારોટ સહિત તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
આ પણ ખાસ વાંચો:
- Stock Market Crash: નાણાકીય વર્ષના પહેલા જ દિવસે માર્કેટમાં કડાકો
- Ghibli Style Image Generator: ChatGPT ના નવા ઈમેજ ફીચરે ગામ ગાંડુ કર્યું
વિસ્ફોટ એટલો ભયાનક હતો કે શ્રમિકોના અંગના ટુકડા દૂર દૂર સુધી ફેંકાયા હતા. 200 મીટર સુધી ફેક્ટરીનો કાટમાળ ફેલાયો હતો, જે હટાવવા માટે JCBની મદદ લેવાઈ હતી. વિસ્ફોટના કારણે ગોડાઉન પણ ધરાશાયી થઈ ગયું હતું. પાંચ જેટલા શ્રમિકોને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.