Myanmar Earthquake: મ્યાનમાર, બેન્કોંગ અને થાઈલેન્ડમાં વિનાશક ભૂકંપ, અનેક જગ્યાએ બિલ્ડીંગો ધરાશાહી. ઈમરજન્સી જાહેર કરવામાં આવી.
Myanmar Earthquake: મ્યાનમારમાં ભયાનક ભૂકંપ, 7.5 અને 7 ની તીવ્રતાના બે આંચકાથી લોકો ભયભીત. ભૂકંપની અસર મ્યાનમારની સરહદે આવેલા ભારતીય રાજ્યો મણિપુર અને મિઝોરમ તેમજ અન્ય રાજ્યોમાં અનુભવાઈ હતી.
Myanmar Earthquake – મ્યાનમાર, બેન્કોંગ અને થાઈલેન્ડમાં ભયાનક ભૂકંપ
- મ્યાનમારમાં ભયાનક ભૂકંપ, 7.5 અને 7 ની તીવ્રતાના બે આંચકાથી લોકોમાં ભય ફેલાયો.
- મ્યાનમારમાં અનેક ઈમારતો ધરાશાયી થયાના અહેવાલો
- ભૂકંપની અસર થાઈલેન્ડની રાજધાની બેંકોક સુધી
- ભારતીય રાજ્યો મણિપુર અને મિઝોરમ તેમજ અન્ય રાજ્યોમાં ભૂકંપના આચકા અનુભવાયા
Myanmar Earthquake
High-rise building collapses due to strong #earthquake in Chatuchak, Bangkok. #แผ่นดินไหว #กรุงเทพมหานคร pic.twitter.com/fiRV6ZIZq2
— Weather Monitor (@WeatherMonitors) March 28, 2025
આજે મ્યાનમારમાં બે ભયાનક ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેનાથી લોકોમાં ભય ફેલોયો છે હાલ. ભૂકંપમાં કેટલું નુકસાન થયું છે તે હાલ આકી શકાય તેમ નથી. આ ભૂંકપની અસર ભારતીય રાજ્યો મણીપુર, મિઝોરમ અને અન્ય રાજ્યોમાં પણ આંચકા અનુભવાયા હતા.
ભારતીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર તરફથી મળતી માહિતી મુજબ આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ મ્યાનમારના આંતરિક ભાગમાં ઊંડે હતું. આજે સવારે 11.50.52 વાગ્યે મ્યાનમારમાં ભૂકંપનો પહેલો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.5 માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર નીચે હતું. ભૂકંપનું કેન્દ્રબિંદુ 21.93 ઉત્તર અક્ષાંશ અને 96.07 પૂર્વ રેખાંશ પર હતું.
Bangkok Earthquake
hole Bangkok shook like crazy 😳#earthquake #deprem
— Furkii (@naylonelon) March 28, 2025
pic.twitter.com/OuckbKTYsw
બેંગકોકના સ્થાનિક તંત્રનું કહેવું છે કે, ભૂકંપ એટલો જોરદાર હતો કે, સ્વિમિંગ પુલનું પાણી બહાર ઉછળવા લાગ્યું હતું. ડરના કારણે લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા.
આ પણ ખાસ વાંચો:
મ્યાનમારના માંડલેયમાં ઈરાવડી નદી પર લોકપ્રિય એવા બ્રિજ પણ તૂટી ગયો છે. ચીન અને તાઈવાનના અમુક હિસ્સામાં પણ ભૂકંપના ઝાટકા અનુભવાયા હતા.