HomeNationalપ્રથમ સ્વદેશી MRI મશીન: ભારતે પોતાનું પ્રથમ સ્વદેશી MRI મશીન વિકસાવ્યુ

પ્રથમ સ્વદેશી MRI મશીન: ભારતે પોતાનું પ્રથમ સ્વદેશી MRI મશીન વિકસાવ્યુ

પ્રથમ સ્વદેશી MRI મશીન: ભારતે હેલ્થ ક્ષેત્રમાં મોટી સફળતા મેળવી છે. ભારતે પોતાનું પ્રથમ સ્વદેશી MRI મશીન વિકસાવ્યુ છે.

પ્રથમ સ્વદેશી MRI મશીન: દેશનું પ્રથમ મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ (MRI સ્કેનર) મશીન વિકસાવામાં આવ્યું છે. જે ઓક્ટોબર મહિના સુધીમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સ (AIIMS) દિલ્હી ખાતે પરીક્ષણ માટે સ્થાપિત કરવામાં આવશે. આ ટેકનોલોજી MRI સ્કેનના ખર્ચમાં લગભગ 50 ટકા ઘટાડો કરશે અને ભારત વિદેશી સાધનો પર નિર્ભરતામાંથી મુક્ત થવા બાજુ એક પગલું આગળ વધશે.

પ્રથમ સ્વદેશી MRI મશીન

  • ભારતે પોતાનું પ્રથમ સ્વદેશી MRI મશીન વિકસાવ્યુ
  • તબીબી ટેકનોલોજીમાં વધુ આત્મનિર્ભર બનાવવામાં મદદ કરશે
  • દેશમાં વિશ્વના શ્રેષ્ઠ ઉપકરણોની ખાતરી કરવામાં મદદ કરશે
  • ભારતને તબીબી ટેકનોલોજીમાં વધુ આત્મનિર્ભર બનાવવામાં મદદ કરશે

તમને જણાવી દઈએ કે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY) એ સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ (C-DAC), ત્રિવેન્દ્રમ અને કોલકાતા, ઇન્ટર યુનિવર્સિટી એક્સિલરેટર સેન્ટર (IUAC) અને દયાનંદ સાગર ઇન્સ્ટિટ્યૂટ (DSI) ના સહયોગથી અમલીકરણ એજન્સી તરીકે SAMEER દ્વારા બે મહત્વપૂર્ણ આરોગ્યસંભાળ તકનીકો – 1.5 ટેસ્લા MRI સ્કેનર અને 6 MEV લીનિયર એક્સિલરેટરના વિકાસનું નેતૃત્વ કર્યું છે.

આ પણ ખાસ વાંચો:

ડૉ. એમ. શ્રીનિવાસે જણાવ્યું હતું કે, “આ પહેલ દેશમાં વિશ્વના શ્રેષ્ઠ ઉપકરણોની ખાતરી કરવામાં મદદ કરશે. ભારતમાં ક્રિટિકલ કેર, પોસ્ટ ઓપરેટિવ કેર, ICU, રોબોટિક્સ, MRI જેવા મોટાભાગના ઉપકરણો આયાતી ઉપકરણો છે અને 80 થી 90 ટકા ઉપકરણો ઉચ્ચ કક્ષાના ઉપકરણો છે જે મહત્વપૂર્ણ છે કારણ કે આપણી પાસે દેશમાં શ્રેષ્ઠ દિમાગ ધરાવતા લોકો છે અને આપણે વિશ્વના શ્રેષ્ઠ ઉપકરણો પણ મેળવવા માંગીએ છીએ.”

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments