HomeSportsCricketIPL 2025 SRH Vs RR: ઇશાન કિશને ફટકારી સદી, હૈદરાબાદે રાજસ્થાનને આપ્યો...

IPL 2025 SRH Vs RR: ઇશાન કિશને ફટકારી સદી, હૈદરાબાદે રાજસ્થાનને આપ્યો 287 રનનો ટાર્ગેટ

IPL 2025 SRH Vs RR: ઇશાન કિશને જોરદાર વાપસી કરી, IPL 2025 માં સનરાઈઝ હૈદરાબાદ તરફથી પહેલીજ મેચમાં તોફાની સદી ફટકારી છે.

Ishan Kishan: IPL 2025 ની બીજી મેચ આજે સનરાઈઝ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે રમાઈ રહી છે. જેમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી, પરંતુ તેમનો આ નિર્ણય ભારે પડ્યો. સનરાઈઝ હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 287 રનનો ટાર્ગેટ આપ્યો.

Ishan Kishan – IPL 2025 SRH Vs RR

  • ઇશાન કિશને તોફાની સદી ફટકારી
  • ટ્રેવીસ હેડે 67 રન બનાવ્યા
  • રાજસ્થાને જીતવા માટે 287 રનનો ટાર્ગેટ આપ્યો

હૈદરાબાદે ઇશાન કિશનને IPL 2025 માટે 11.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. અને તેને પહેલીજ મેચમાં સાબિત કરી દીધુ છે કે આ સોદો ખોટો નથી. હૈદરાબાદની ટીમ દ્વારા સારી શરૂઆત કરવામાં આવી હતી જેમાં ઓપનીંગ જોડી અભિષેક શર્મા (Abhishek Sharma) અને ટ્રેવીસ હેડ (Travis Head) દ્વારા સારી સરુઆત અપાવી હતી. અભિષેક શર્મા 11 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો હતો, ત્યારબાદ વનડાઉનમાં ઇશાન કિશન રમવા ઉતર્યો હતો અને તેને વિસ્ફોટક સદી ફટકારીને અણનમ રહ્યો હતો. નીતિશ રેડ્ડીએ 30 રન અને ક્લાસેનએ 34 રન બનાવ્યા.

ટ્રેવીસ હેડે IPL 2024 ની જેમ આ વખતે પણ ઝડપી બેટિંગ ચાલુ રાખી હતી. તેણે 21 બોલમાં અર્ધી સદી પૂરી કરી હતી અને 31 બોલમાં 67 રન ફટકાર્યા હતા. તો કિશને 25 બોલમાં અર્ધી સદી પૂરી કરી હતી. RCBની ટીમે 2016માં RCB vs PBKSની મેચમાં 14.1 ઓવર્સમાં 200 રન પૂરા કર્યા હતા. આ રેકોર્ડની બરાબરી SRHની ટીમે 9 વર્ષ પછી કરી છે અને રાજસ્થાન રોયલ્સ સામે 14.1 ઓવર્સમાં જ 200 રન પૂરા કર્યા હતા.

આ પણ ખાસ વાંચો:

રાજસ્થાન તરફથી જોફ્રા આર્ચર (Jofra Archer) સૌથી મોંઘો બોલર સાબિત થયો હતો, તેને 4 ઓવરમાં 76 રન આપ્યા હતા અને કોઈ સફળતા મળી ન હતી. તુષાર દેશપાંડે (Tushar Deshpande) 4 ઓવરમાં 44 રન આપીને 3 વિકેટ મળી હતી. તેમજ મહેશ તીક્ષણા (Mahesh Theekshana) એ 4 ઓવરમાં 52 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.

રાજસ્થાન ટીમ સરુઆત નબળી રહી હતી, ઓપનીંગ બેસ્ટમેન યશસ્વી જયસ્વાલ (Yashasvi Jaiswal) 5 બોલમાં 1 રન બનાવીને આઉટ થયો હતો, ત્યારબાદ રાજસ્થાન ટીમના કેપ્ટન એટલે કે રિયાન પરાગ મેદાનમાં ઉતર્યો હતો, તે પણ સસ્તામાં આઉટ થયો હતો. રિયાન પરાગ (Riyan Parag) 2 બોલમાં 4 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ નીતીશ રાણા પણ 8 બોલમાં 11 રન બનાવીને આઉટ થયો હતો.

આ સમાચાર લખાય છે ત્યારે રાજસ્થાન ટીમનો સ્કોર 3 વિકેટ પર 102 રન છે. જેમાં સંજુ સેમસન (Sanju Samson) 47 રન બનાવીને ક્રીઝ પર રમી રહ્યો છે અને ધ્રુવ જુરેલ 33 રન બનાવીને ક્રીઝ પર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments